દર્દીનારાયણની સેવા માટે ટ્રસ્ટ દ્વારા કાર્યરત ક્રાઈસ્ટ હોસ્પિટલ ગુજરાતમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર આપનારી સૌ પ્રથમ હોસ્પિટલ: કોર્પોરેટ કક્ષાની તમામ અતિ આધુનિક સારવારો ક્રાઈસ્ટ હોસ્પિટલમાં રાહતદરે ઉપલબ્ધ

રાજકોટ શહેરનાં જામનગર રોડ પર માધાપર પાસે આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલની ગણના સૌરાષ્ટ્રની અગ્રણી સેવાકીય ટ્રસ્ટની હોસ્પિટલમાં થાય છે. વિશાળ સંકુલમાં આવેલી આ હોસ્પિટલમાં કોરોના વાયરસ જેવા ચેપી રોગોની સારવાર માટે ખાસ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેથી રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને સારવાર આપતી ખાનગી હોસ્પિટલ તરીકે ક્રાઈસ્ટ હોસ્પિટલને માન્યતા આપી હતી. કોરોનાના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજય સરકારે થોડા સમય પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે ક્રાઈસ્ટ હોસ્પિટલનાં મેનેજમેન્ટે ગુજરાતભરમાં સૌ પ્રથમ રાજય સરકાર સાથે કરારો કરીને કોરોનાની તમામ પ્રકારની સારવાર નિ:શુલ્ક આપવાનો પ્રારંભ કર્યો છે.

આ નિર્ણયના પગલે રાજકોટ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સારવાર મળવા લાગી છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હાલમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને તપાસથી માંડીને લેબોરેટરી ટેસ્ટ ઉપરાંત પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને ખાસ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સિનિયર ફીઝીશીયન ડો. તેજસ ચૌધરી અને યુવા ફીઝીશીયન ડો. વિરૂત પટેલ ફુલટાઈમ કાર્યરત છે.

દર્દી નારાયણની સેવા કરવાના ધ્યેયથી ચાલતી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલ કક્ષાની અતિ આધુનિક સુવિધા અને સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરેની ટીમ કાર્યરત છે જે કોઈ પણ ઈમરજન્સી સેવા માટે ૨૪ કલાક સતત ઉપલબ્ધ રહે છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ફીઝીશીયન ઉપરાંત ગાયનેક, પીડીયાટ્રીકસ, જનરલ સર્જરી, ઓર્થોપેડીક ફીઝીયોથેરાપી, પેથોલોજી, રેડીયોલોજી, ડેન્ટીસ્ટ જેવી સ્પેશ્યાલીટી સારવાર ઉપલબ્ધ છે. જયારે ક્રિટીકલ કેર ઉપરાંત કાર્ડીયોલોજી, સ્પાઈન સર્જરી, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, ન્યુરોલોજી, કાર્ડીયોથોરાસીસ અને વાસ્કયુલર સર્જરી જેવી અનેક સુપર સ્પેશ્યાલીટી સારવાર પણ ઉપલબ્ધ છે. ક્રાઈસ્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આગામી દિવસોમાં આ સેવાઓનાં વ્યાપ વધારીને તમામ પ્રકારની અતિ આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

બિમારીગ્રસ્ત લોકોને કોરોનાનો ચેપ  લાગવાની સંભાવના વધારે: ડો. વિરૂત પટેલ

vlcsnap 2020 05 11 10h42m24s701

ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ફીઝીશીયન તરીકે કાર્યરત ડો. વિરૂત પટેલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે વાઈરસ એ એક પ્રકારના જંતુ છે. જે બીજા નોર્મલ જંતું જેવા જ હોય છે. જે આપની પાસેના વાતાવરણમાં હોય છે. પરંતુ કોરોના વાઈરસ છે તે ઈન્પેકટીલીટી ખૂબ વધારે છે. આ રોગ થવાનું મુખ્ય એક કારણ આપણી રોગ પ્રતિકારક્શકિત છે. જેનામાં કોઈ દર્દ હોય કે રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા લોકોમાં આ વાઈરસનો ચેપ ઝડપથી ફેલાય છે. જેલોકોમાં કોરોના વાઈરસનો ચેપ હોય તેના છીંકવાથી કે થુંકવાથી ફેલાય છે. તે ફેલાય નહી તે માટે આપણે માસ્ક પહેરવું ડીસ્ટન્ટ રાખવું હાથ રેગ્યુલર ધોવા બને ત્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ કોરોનાના ટેસ્ટ પીસીઆર અને કાર્ડ એમ બે પધ્ધતિથી થાય છે. પીસીઆર મેથડ વધારે સેન્સીટીવ હોય આપણે ત્યાં વધુ વપરાય છે. આ ટેસ્ટમાં દર્દીનું નાકમાંથી અને ગળામાંથી બંને જગ્યાએથી સેમ્પલ લેવામાં આવે છે. તે સેમ્પલના આધારે રીપોર્ટ આવે છે. કોરોનાના પ્રાથમિક ચિન્હો સરદી, ઉધરસ ગળામાં દુ:ખવું, તાવ આવવો, ઉપરાંત ધણીવાર કોઈ વ્યકિતમાં લક્ષણોનાં હોય પરંતુ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા હોવાથી તે પણ પોઝીટીવ થતા હોય છે. આ વાઈરસ ફેલાયો તેને હજુ વધારે સમય થયો નથી જેના પર વધારે રીસર્ચ થયું નથી. પરંતુ નોર્મલ સ્વચ્છ વ્યકિત માટે આ વાઈરસ એટલો ખતરનાક નથી પરંતુ બીજી કોઈ બીમારી વાળી વ્યંકિત હોય તો તેને એ વધુ અસર કરે છે. મૃત્યુનું પ્રમાણ પણ યુવાન કરતા મોટી ઉંમરના દર્દીઓમાં વધુ જોવા મળે છે.

ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પેરામેડિકલ ઈન્સ્ટીટયુટ  ઉભુ કરવાનું પ્લાનીંગ: ડો. જીતેન કકકડ

vlcsnap 2020 05 11 10h40m53s446

ડો. જીતેન કકકડએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ક્રાઈસ્ટ હોસ્પિટલએ પ્રાઈવેટ ટ્રસ્ટબેઝ હોસ્પિટલ છે. જયારથી કોરોનાની મહામારીની અસર ચાલુ થઈ છે. ત્યારથી ક્રાઈસ્ટ હોસ્પિટલના તમામ સ્ટાફ રાતદિવસ કોરોના માટે કામ કરી રહ્યા છે. સરકારની જે યોજના છેતે વિનામૂલ્યે કોરોનાની સારવાર આપવી તો ક્રાઈસ્ટ હોસ્પિટલ સૌરાષ્ટ્રની પ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલ છે. જેઓ સરકાર સાથે એમઓયુના કરાર કર્યા છે. કે કોરોનાનો કોઈપણ દર્દી પાસે ચાર્જ લીધા વગર વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. હાલ ૫૦ બેડની એક આઈસોલેશન વિંગ ઉભી કરવામાં આવી છે. જેમાં કોરોનાના રીપોર્ટ માટે આવતા દર્દીઓ તેમજ સારવાર માટેના દર્દીઓ માટેની વિંગ આપેલ છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમા બીજા તમામ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં બીજી કોઈ આધુનિક હોસ્પિટલમાં સુવિધાઓ હોવી જોઈએ તે બધી સુવિધાઓ તથા ઈકવીકમેન્ટ છે. અહી ચાર્જ પણ ઘણી હોસ્પિટલો કરતા ઓછી હોય છે. ક્રાઈસ્ટમાં ભવિષ્યમાં પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ તેમજ બીજા ડિપાર્ટમેન્ટ શરૂ કરવા માટેના પ્લાનીંગ છે.

માનસિક સ્થિતિ કથળવાથી દર્દીની રોગ પ્રતિકારક  શક્તિ પર અસર પડે છે: ડો. તેજસ ચૌધરી

vlcsnap 2020 05 11 10h42m41s436

ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કોરોના સામે જંગમાં કાર્યરત સિનિયર ફીઝીશીયન ડો. તેજસ ચૌધરીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુકે હાલ કોરોનાના દર્દીઓનોફેલાવો વિશ્ર્વભરમાં થઈ રહ્યો છે. જે દર્દીઓ સંક્રમિત હોય છે તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. આઈસોલેશન વોર્ડની હવા સીધી બહાર ન આવે તેવી વ્યવસ્થા આ વોર્ડમાં કરવામાં આવી છે. આઈસોલેશન વોર્ડમાં કામ કરતો મેડીકલ સ્ટાફ સફાઈકામદારો દરેક સ્પેશ્યલ પી.પી. કીટ પહેરવામાં અવે છે. જેમાં કોઈપણ જંતુઓની અસર થતી નથી. કોરોનાના દરેક દર્દીને વેન્ટીલેટર પર રાખવાની જરૂર પડતી નથી. જે દર્દીમાં કોરોના વાઈરસ ખૂબ પ્રમાણમાં પ્રસરી ગયો હોય તેવા દર્દીઓને ખાસ વેન્ટીલેટરની જરૂર પડે છે. હાલ જે રીતનો કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં છે. ત્યારે પોઝીટીવ દર્દીને આઈસોલેશન વોર્ડમાં ઘરથી દૂર પરિવારથી દૂર એકલા રાખવાના હોય છે. ત્યારે માનસિક સ્થિતિ ન બગડે તે માટે તે વ્યકિતનું પ્રથમ દિવસથીજ કાઉન્સલીંગ કરવામાં આવે છે. તેમનું મોરલ બુસ્ટ કરવામાં મદદ કરીએ છીએ તેમજ રોગપ્રતિકારક શકિત પર પણ તેમની આ માન્સીક સ્થિતિ ની અસર થતી હોય છે. ડોકટરો તથા મેડીકલ સ્ટાફમાં પણ બીક જોવા મળે છે. કારણ કે દરેક વસ્તુ જાણવા છતા એ બીક ઉદભવે છે. પરંતુ આ એક નેશનલ ઈમરજન્સી માનીને પોતાની ડયુટી સમજીને પોતાના સ્ટાફને હૂંફ અને સંવેદના આપી એ શરૂઆતમાં અમરા ફેમીલીને પણ થોડો ડર રહ્યો છે. પરંતુ તેમને સમજાવવાથી તેઓ અમારી તાકાત બન્યા આ માટે ત્યાં પ્રથમ કેસ આવ્યો. ત્યારે એમને સારવાર આપી ૨૧ દિવસ સારવાર આપ્યા બાદ તેમને ડિસ્ચાર્જ આપ્યું એક સમયે આપનું મનોબળ વધારવું, સ્ટાફનું તેમજ તે દર્દીને પણ મનોબળ વધારવું એક ચેલેન્જીંગ રીસ્ક છે. જે વ્યકિત અહીંથી ડીસ્ચાર્જ થાય તેમને એક મહિના સુધી હોમ કવોરોન્ટાઈન રહેવું તેમજ પરિવારથી અલાયદુ રહેવાની પણ સલાહ આપીએ છીએ જે દર્દીને બહાર જઈને પબ્લીકની ઉપેક્ષા સહન કરવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.