- ભારતીય સાહિત્યના સાંસ્કૃતિક, ભાષાકીય અને સૌંદર્યલક્ષી પાસાઓની શોધ કરતી પ્રાદેશિક ભાષાઓ અને તેમના અનુવાદોને પ્રોત્સાહન મળશે
ભારતીય સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે ક્રાઈસ્ટ કોલેજ દ્વારા નવીનતમ પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે ક્રાઇસ્ટ કોલેજ ખાતે 2 દિવસ ની “પ્રાદેશિક ભાષામાં ભારતીય સાહિત્ય અને તેમનો અનુવાદ” ની નેશનલ કોન્ફ્રન્સ આજથી શુભારંભ કરવામાં આવેલ છે, “પ્રાદેશિક ભાષાઓમાં ભારતીય સાહિત્ય અને તેમના અંગ્રેજી અનુવાદો” થીમ પર એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવા જઈ રહી છે. રાષ્ટ્રીય પરિષદના મુખ્ય વક્તા ડો. રાજેન્દ્રસિંહ જાડેજા(ડાયરેક્ટર, વલ્લભ વિદ્યા નગર, કરિયર ડિપાર્ટમેન્ટ) છે અને પૂર્ણ વક્તા ડો. નવલ કિશોર શર્મા(આસસીસ્ટન્ટ પ્રોફેસર,કચ્છ યુનિવર્સીટી) હાજર રહ્યા હતા.આ પરિષદ ભારતીય સાહિત્યના સાંસ્કૃતિક, ભાષાકીય અને સૌંદર્યલક્ષી પાસાઓની શોધ કરતી પ્રાદેશિક ભાષાઓ અને તેમના અનુવાદોને પ્રોત્સાહન આપે છે.આ કાર્યકર્મ મા ક્રાઇસ્ટ કોલેજ ગ્રુપ ના ચેરમેન બિશોપ જોશ ચીતુંપરંબિલ હાજર રહ્યા હતા. ઉપરાંત ક્રાઇસ્ટ ગ્રુપ ઓફ કોલેજ ના ડાયરેક્ટર ડો ફાધર જોમોન થોમનના અને ફાઇનાન્સ એડમિનીસ્ટર્ટર ફાધર સ્ટેનલી તેમેજ ઇંગલિશ ડિપાર્ટમેન્ટ ના સિસ્ટર અલ્ફાનસો, સોની મેડમ, રોબિન થોમસ, ટીશા રોય તથા મોટી સંખ્યા મા અલગ અલગ શિક્ષણિક સંસ્થા મા થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કોન્ફરન્સ બે- દેશ વચ્ચે સંબંધ સ્થાપવામાં ભૂમિકા ભજવશે: સોનીબા ઝાલા
અબતક સાથેની વાતચીતમાં નેશનલ કોન્ફરન્સ સોની બા ઝાલાએ જણાવ્યું હતું કે બે દિવસની કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે કે આપણી જે માતૃભાષા છે તેને મહત્વ આપવો અને મુખ્ય ઉદ્દેશ ભાષાનો અનુવાદન કરવો, આ કોન્ફરન્સમાં મોટા લેખકો કવિઓ તેમજ અલગ અલગ ભાષાઓનું જ્ઞાન ધરાવતા મહાનુભવોને બોલાવવામાં આવ્યા , આજના મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ મહાન ટ્રાન્સલેટર છે અને તે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે આવેલા અને બીજા લોકો પણ સારું જ્ઞાન ધરાવે છે આ કોન્ફરન્સ કરવા માટેનું મુખ્ય હેતુ છે તે બે દેશોના વ્યક્તિ અને બે દેશો વચ્ચે સંબંધ બંધાય તે માટેનો છે. એક દેશનો વ્યક્તિ બીજા દેશમાં જઈને પોતાની સંસ્કૃતિ તથા પોતાના રહેણીકણીને તે વ્યક્ત કરી શકે છે, બાળકોને મળવા લાયક લાભમાં અત્યાર સુધી બસ વાતો જ થતી હતી ટ્રાન્સલેટરને લઈને પણ હવે જે ફિલ્ડમાં ટ્રાન્સલેટરો હોય છે તેની જોડે મળશે વાતો કરશે અને અનુભવ પણ કરશે, અને ઘણી બધી વાતો શીખવા પણ મળશે.
ભારતમાં દરેક ભાષા એકતાનું પ્રતિબિંબ છે: સિસ્ટર ડો.અલ્ફાન્સો
અબતક સાથેની વાતચીતમાં નેશનલ કોન્ફરન્સ ક્ધવીનર સિસ્ટર ડો.અલ્ફાનશો તે જણાવ્યું હતું કે, આપણા હાથમાં એક સારી તક છે કે આ કોન્ફરન્સ મા પાર્ટિસિપન્ટ થવું જોઈ એ અને ઘણું બધું શીખવું પણ જોઈએ, અલગ અલગ ભાષાઓ લખતા તથા વાંચતા પણ શીખવું જરૂરી હોય છે ભારત છે એક અલગ અલગ પ્રકારની ભાષાઓ અને એકતા માટે ઓળખાય છે આ કોન્ફરન્સ એક સારો રસ્તો છે કે જ્યાં તમે ઘણો બધો શીખી શકો છો, આ કોન્ફરન્સમાં અલગ અલગ રાજ્યો તથા દેશમાંથી આવેલા વિદ્યાર્થીઓ છે
રાષ્ટ્રીય સંગોષ્ઠી થકી વિવિધ ભાષાનું જ્ઞાન મળશે: પાર્થ જોશી
અબતક સાથેની વાતચીતમાં લિટરેચર ગવર્મેન્ટ કોલેજ બાબરાના પાર્થ જોશી જણાવ્યું હતું કે, આજ ની જે રાષ્ટ્રીય સંઘોષ્ટિ નું જે આયોજન કરવામાં આવ્યું છે , ઘણા બધા એવા સાહિત્ય છે કે જે અલગ અલગ ભાષાઓમાં હોય છે તેને વાંચવા માટે એ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારે આ કોન્ફરન્સ દ્વારા તમે અલગ અલગ ભાષાઓ શીખી પણ શકો છો અને તેના લિટરેચરો પાસેથી જ્ઞાન પણ મેળવી શકો છો અને ઘણી બધી પ્રકારનો જ્ઞાન છે તેને તમે ઇંગ્લિશમાં પણ અનુવાદ કરી શકો છો અને ઇંગલિશ માં અનુવાદ કર્યા બાદ તમે તેને વૈશ્વિક સ્તર સુધી પણ પહોંચાડી શકો છો એનાથી અલગ અલગ દેશમાં આપણી સંસ્કૃતિ તથા આપણું ઇતિહાસ લોકોને ખબર પડે મુખ્ય હેતુ આ રાષ્ટ્રીય સંઘગોષ્ઠિ અલગ અલગ ભાષામાં શીખી વિદ્યાર્થી એના માટેનો છે આમાં એવું કહી શકાય છે કે 250 થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે .