વિશ્ર્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનો દારોમદાર ‘યુનિવર્સલ બોસ’ પર
ક્રિકેટ વિશ્વકપ-૨૦૧૯નું કાઉન્ટ ડાઉન શ‚ થઈ ગયું છે ત્યારે દરેક ટીમ પોતાનું ઉજજવળ પ્રદર્શન કરવા માટે તનતોડ મહેનત પણ કરી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનાં ક્રિસ ગેઈલની તો વિશ્વકપ પહેલા ગેઈલ પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે અનેકવિધ પ્રકારનાં ઉપાયોનો ઉપયોગ કરી રહ્યો છે.
ગેઈલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ક્રિકેટ તે એક મેન્ટલ ગેમ છે. શારીરિક સ્વસ્થ હોવું તો અનિવાર્ય છે પરંતુ તેની સાથે માનસિક સ્વસ્થતા હોવાની પણ એટલી જ જરૂરી છે માટે ક્રિસ ગેઈલ પોતાને માનસિક રીતે સ્વસ્થ કરી રહ્યો છે જેના માટે તે સ્પા, આરામ સહિતનાં અનેક કાર્યો કરી રહ્યો છે. પહેલા ક્રિસ ગેઈલ પોતાની શારીરિક તાકાતથી રમત રમતો હતો પરંતુ આ વિશ્વકપમાં તે માનસિક સ્વસ્થ થઈને રમત રમશે.
વધુમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર ક્રિસ ગેઈલે જણાવતાં કહ્યું હતું કે, ઘણા સમય પહેલા જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો વિચાર કર્યો હતો પરંતુ તેનાં સમર્થકોની લાગણી હતી કે, તે વધુને વધુ ક્રિકેટ રમે જેથી તેમના માટે શારીરિક સ્વસ્થતાની સાથે માનસિક સ્વસ્થ હોવાનું પણ તેને કબુલ્યું હતું.
વાત એવી પણ સામે આવી રહી છે કે, ૨૦૧૯ વિશ્વપ બાદ તમામ ફોર્મેન્ટમાંથી ગેઈલ નિવૃત થઈ જશે ત્યારે તેના માટે આ વિશ્વપ ખુબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમની વાત કરવામાં આવે તો ટીમનો દારોમદાર ક્રિસ ગેઈલનાં શીરે હોય તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે તમામ વિપક્ષી ટીમ ગેઈલને વહેલાસર પેવેલિયન પરત કરવા માટેની સ્ટ્રેટેજી બનાવી રહી છે ત્યારે આ વિશ્ર્વકપમાં ક્રિસ ગેઈલ ધમાકેદાર રમત રમશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તે અંગેની તેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.