ગુજરાત લાયન્સ સામે ૩૮ બોલમાં ૭૭ રનનો સ્કોર કરી ૧૦,૦૦૦ રનનો આંકડો વટાવ્યો
૧૦ હજાર રન પુરા કરનારો ક્રિસ ગેઈલ વિશ્ર્વનો પ્રમ બેટધર બન્યો છે. ૧૦ હજાર રન પુરા કરી ક્રિસ ગેઈલે ઈતિહાસ સર્જયો છે. વેસ્ટ ઈન્ડિસના તોફાની બેટ્સમેન ગણાતા ક્રિસ ગેઈલે આઈપીએલના મેચમાં ગુજરાત લાયન્સ સામે ૩૮ બોલમાં ૭૭ રનની ઈનીંગ્સ રમીને ૧૦,૦૭૪ રન બનાવ્યા છે.
મેચ શ‚ યા પહેલાી જ ક્રિસ ગેઈલ સૌી વધુ રન કરનારો બેટ્સમેન બન્યો હતો. જો કે, મેચ શ‚ યા બાદ તેણે ૧૦ હજાર રન પુરા કરવાનો ઈતિહાસ પણ પોતાના નામે કરી લીધો હતો. સૌી વધુ ૧૮ સદી અને ૫૦ અર્ધ સદી ઉપરાંત સૌી વધુ વ્યક્તિગત સ્કોર ૧૭૫ રન કરવાનો પણ રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. આ સો ૧૨ બોલમાં સદી મારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ક્રિસ ગેઈલે સીરીઝમાં ૭૩૬ છગ્ગા અને ૭૬૪ ચોગ્ગા ફટકારેલ છે. આઈપીએલની ગત સીરીઝમાં પણ ક્રિસ ગેઈલે આરસીબીને આગળ ધપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
હજુ પણ ક્રિસ ગેઈલની તોફાની ઈનીંગ યાવત છે અને વેસ્ટ ઈન્ડિઝનો આ બેટ્સમેન સારા ફોર્મમાં હોવાી આગામી સમયમાં વધુ રેકોર્ડ બનાવે તેવી પુરેપુરી શકયતા છે. રાજકોટમાં રમાયેલી ગુજરાત લાયન્સ સામેની મેચમાં ક્રિસ ગેઈલની આ તોફાની ઈનીંગના કારણે વિજય મળ્યો હતો. ક્રિસ ગેઈલના સારા ફોર્મના કારણે આગામી સમયમાં રમાનારી મેચોમાં પણ વિરોધી ટીમની ચિંતામાં વધારો યો છે.
ક્રિસ ગેઈલ જેવા તોફાની બેટધરોના કારણે મેચ વધુ રસપ્રદ બને છે. ગુજરાત લાયન્સ સામેના મેચમાં ગેઈલે ગગનચુંબી છગ્ગાઓ ફટકાર્યા હતા. જેના કારણે દર્શકોમાં આનંદનો માહોલ છવાયો હતો. ગેઈલે રાજકોટના મેદાનમાં તોફાની ઈનીંગ રમીને ૧૦ હજાર રનનો સ્કોર પુરો કર્યો છે. ગેલના આ ઈતિહાસનું સાક્ષી રાજકોટનું મેદાન બન્યું છે. આ અગાઉ પણ ક્રિસ ગેઈલ સૌી વધુ રન કરનારો બેટ્સમેન હતો. જો કે ગુજરાત લાયન્સ સામેની મેચ બાદ હવે સૌી વધુ રન ઉપરાંત ૧૦ હજાર રન પુરા કરનાર સૌપ્રમ બેટ્સમેન બન્યો છે. આ રેકોર્ડની ખુશી ક્રિસ ગેઈલના ચહેરા ઉપર પણ દેખાઈ રહી હતી. ફોર્મેટની અલગ અલગ લીડમાં ક્રિસ ગેઈલે પોતાનું તોફાની પ્રદર્શન જાળવી રાખ્યું છે. મેદાનમાં બોલરોના છોતરા ઉડાવતો ક્રિસ ગેઈલ રમુજ માટે પણ જાણીતો છે.