• સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન આધારે પગેરૂ દબાવી ખાનગી ટ્રાવેલ્સ બસને બહુચરાજી પાસેથી અટકાવી આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી લુટનો ભેદ ઉકેલાયો
  • પોલીસે આરોપી પાસેથી રોકડ,વિદેશી ચલણ અને સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટમાં યુનીવર્સિટી રોડ પર આવેલ રોયલ પાર્કમાં રહેતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીના પુત્રને બંધક બનાવી તેના બંગલાના ચોકીદારે જ સાગરીતોને બોલાવી રોકડા 10 લાખ, સોના ચાંદીના દાગીના મળી 35 લાખની સનસનીખેજ લૂંટ ચલાવી ભાગી જતા પોલીસે સીસીટીવી ફૂજેટ અને મોબાઈલ લોકેશન આધારે પગેરું દબાવી ખાનગી ટ્રાવેલ્સ બસને બહુચરાજી પાસેથી અટકાવી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી લુટનો ભેદ ઉકેલયો હતો અને તમામ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ રોયલ પાર્કમાં રહેતા અને ધો.7માં અભ્યાસ કરતા જસ પ્રભાતભાઈ સિંધવએ અનીલ ઉર્ફે રામ નેપાળી, તેની પત્નિ લક્ષ્મીબેન અને બે અજાણ્યા સામે લૂંટ અંગે યુનીવર્સીટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે મારા પિતા ત્રીશા ઈન્ફ્રાસ્ટ્રકચર નામે ક્ધસ્ટ્રકશન નામે વ્યવસાય કરે છે મારા મોટા બહેન જેસીકાને અભ્યાસ માટે લંડન જવાનુ હોવાથી માતા પિતા અમદાવાદ મુકવા ગયા હતા દાદા નીચેના રૂમમાં સુતા હતા હું એકલો હોવાથી મારા મીત્ર નીલ માણાવદરીયાને બોલાવી ત્રીજા માળે રૂમમાં અમે સુતા હતા સવારે મીત્ર નીલ પોણા છ વાગ્યે ઘરે ગયા બાદ અમારા પાર્કીંગમાં ચોકીદાર તરીકે રહેતો અનીલ ઉર્ફે રામ નેપાળીએ 6 વાગ્યે રૂમમાં આવી ઉઠાડી કહેલ કે ” ઈન દોનો કો તેરા કામ હૈ ” મે શું કામ છે પુછતા ” કેશ ઓર ગોલ્ડ મ કીધર હૈ પુછતા મને ખબર નથી તેમ કહેતા સામને વાલે રુમકી ચાવી કીધર હૈ મને ખબર નથી તેમ કહેતા છરી કાઢી ” મેરે ઋ પાસ છરી હૈ ચાવી કહા હૈ સય બતા “કહી ઝાપટો મારી હતી અને ઓશીકાનુ કવર, ચુંદડીથી આથ પગ બાંધી ત્રણેય મમ્મી પપ્પાના રૂમના લોક ડીશમીશથી તોડી થેલા લઈ નીકળી ગયા હતા મારો ફોન કબાટ ઉપર રાખી ” એક ઘંટે તક યહાં સે હીલના મત ઔર કોઈ આવાજ મત કરના “કહી 35.40 લાખની લૂંટ ચલાવી જતા રહ્યા હતા મારા દાદાએ મને છોડાવ્યો હતો.

બનાવની જાણ થતા ડીસીપી ઝોન 2,ક્રાઈમ ડીસીપી અને એસોજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લૂંટારોના ફોટા અને સીસીટીવી જાહેર કર્યા હતા. અને પોલીસે ગણતરીની કલાકોમાં જ સીસીટીવી ફૂજેટ અને મોબાઈલ લોકેશન આધારે પગેરું દબાવી ખાનગી ટ્રાવેલ્સ બસને બહુચરાજી પાસેથી અટકાવી આરોપીને ગણતરીની કલાકોમાં મુખ્ય સૂત્રધાર અનિલ નેપાળી, તેની પત્ની લક્ષ્મી સહિત કુલ પાંચની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.