પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા માં વર્ષોથી પ્રજાપતિ પરિવાર દ્વારા કલાત્મક ગરબા બનાવવાની પરંપરા અકબંધ છે. નવરાત્રી મા માતાજીના ગરબાની માર્કેટ શરૂ થઈ જાય છે.છેલ્લા કેટલાંક સમય થી ગરબાએ સ્વરૂપ બદલ્યું છે.
જુલાઇ મહિનાના આખરી દિવસો થી માતાજીના કલાત્મક ગરબા નું પ્રોડક્શન શરૂ થઈ જાય છે.આ અંગે પ્રજાપતિ પરિવાર ના સદસ્ય જણાવેલ કે માતાજીના ગરબા અથાગ મહેનતથી ચાકળા ઉપર બનાવવામાં આવે છે.ત્યાર બાદ તેના પર રંગ-કામ કરી ટીકી-જરી વગેરે લગાડીને બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે. અને માતાજીના ગરબાની કિંમત ૩૦-૧૦૦ રૂ. સુધીની હોય છે. હિંદુ સમાજમાં માતાજીના નોરતાનું પ્રતીક કેન્દ્ર અને નવ દિવસ બહેનોના માથા ઉપર શક્તિ સાથે ભક્તિના વ્યવસાય માં ચોટીલા. પ્રજાપતિ પરિવાર મોખરે છે.