સુરેન્દ્રનગર જીલ્લા ઓ એ સમગ્ર વિશ્વ મા કપાસ નું હબ ગણવા મા આવે છે ઝાલાવાડ પંથકમાં કપાસ નું ઉત્પાદન ખૂબ સારૂ થાય છે સુરેન્દ્રનગર જીલ્લા નો કપાસ એ વિશ્વ લેવલે સારી એવી નામના મેળવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગત વરસે નહિવત વરસાદ હોવા છતાંય ખેડૂતો એ પોતાની મહેનત અને સૂઝ બુઝ થી કપાસ ની સારી એવું ઉત્પાદન કર્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટિલામા લાભ પચામના દિવસે ખેડૂતો દવારા મુરત કરવામા આવિયું હતું
જેમાં ચોટીલા માર્કેટિંગ યાર્ડમા આજે લાભપાચંમમા ખેડૂતો દવરા કપાસ વેચવા આવતા કપાસનો ભાવ રુ.૧૧૧૫ થી ૧૧૩૦ ખુલ્યો યાર્ડમા કપાસની ખુબ આવક પણ કપાસનો ભાવથી ખેડૂતોમા નિરાશા જોવા મળી ૧૨૦૦ના ભાવની આશા રાખતા ખેડૂતોને ૧૧૩૦મા વહેચી સંતોષ રાખવો પડયો હતો. ત્યારે સાવ તળિયા ના ભાવે કપાસ વેચતા ખેડૂતો એ નિરાશા વ્યક્ત કરી હતી.