ચોટીલામાં ચામુંડાના દર્શને દરરોજના હજારોની સંખ્યામાં યાત્રિકો ચામુંડા માતાના મંદીરે દર્શન કરવા આવતા હોય છે અને માંના દર્શન આવતા હજારો શ્રઘ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓ જેવી કે નેશનલ હાઇવે પર વર્ષોથી એક પણ શૌચાલયની વ્યવસ્થા નથી. જેના કારણે મહીલાઓ, વૃઘ્ધો સહીતના શ્રઘ્ધાળુઓને શૌચાલય બાબતે ખુબ જ તફલીકો પડે છે.
હાઇવે પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે. જયાં ટોયલેટની સુવિધા ન હોવાના કારણે લોકોને તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. થોડા સમયપહેલા નગરપાલિકા દ્વારા ટોઇલેટ વાન મુકવામાં આવેલ પણ તે પણ હટાવી લેતા હાલ પરિસ્થિતિ એવી છે કે ગંદકીવાળા જગ્યામાં મહીલાઓને ખુલ્લામાં જવું પડે છે. એક તરફ જયારે સ્વચ્છ ભારતની વાત થતી હોય ત્યારે આવી ચોટીલા જેવા મોટા યાત્રાકામમાં આ સુવિધા ન હોવાના કારણે સ્વચ્છ ભારતનું સૂત્ર જાણે વાંચવામાં સારું લાગતું હોય તેવું લાગે છે. કામ ગામની દ્રષ્ટિએ વામણો સાબીત થતું હોય તેવું લાગે છે.
ચોટીલાના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હરેશભાઇ ચૌહાણ દ્વારા આ બાબતે અનેકવાર કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છતાં કોઇ યોગ્ય નિર્ણય આવેલ નથી. એસ.ટી. નિગમની બાજુમાં તાત્કાલીક ધોરણે શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.