સાયલા, ચોટીલા, થાનગઢ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરી, પોલીસની ઉંઘ હરામ કરનાર કાકા ભત્રીજાની તસ્કર બેલડીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોટીલા પોલીસ.
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તથા સાયલા તેમજ થાનગઢ વિસ્તારમાં ખાસ કરીને બજારમાં દુકાનોના તાળા તોડી તેમજ કેબીનોના છાપરા તોડી, પ્રવેશ કરી, દુકાનોના સામાનની ઘરફોડ ચોરી કરવાના બનાવો છાસવારે બનવા પામેલ હતા. જે સંદર્ભે ચોટીલા તેમજ સાયલા પંથકના વેપારીઓ દ્વારા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી તથા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને રજૂઆતો પણ કરવામાં આવેલ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ચોટીલા તેમજ સાયલા પોલીસ દ્વારા બજારમાં થતાં ચોરીઓના બનાવો અટકાવવા માટે કમર કસવા તથા નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ સઘન બનાવવા સુચનાઓ કરવામાં આવેલ. ઉપરાંત, આ બનેલ તમામ ચોરીઓના બનાવો શોધી કાઢી, આરોપીઓને પકડી પાડી, મુદ્દામાલ રિકવર કરવા માટે સઘન ચેકીંગ હાથ ધરી, કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીઓને સુચનાઓ કરવામાં આવેલ હતી. વધુમાં, લીંબડી ડિવિઝન લેવલે એક ટીમ બનાવી, પોલીસને સક્રિય કરી, તમામ ગુન્હાઓના આરોપી પકડી પાડવા માટે લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ને પણ સુચનાઓ* કરવામાં આવેલ હતી. જે અનુસંધાને તાજેતરમાં સાયલા ખાતે એક મિટિંગ નું આયોજન કરીને પોલીસને સક્રિય કરી, મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા કરવામાં આવેલ સુચનાઓ આધારે લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. પી.ડી.પરમાર, સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, સ્ટાફના હે.કો. હરદેવસિંહ, રાયધનભાઇ, વસંતભાઈ, ફારૂકભાઈ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, સહિતના સ્ટાફની બે ટીમો બનાવી, સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ સંબંધે જીલા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા ટેકનિકલ સેલના પીએસઆઇ અનિલ નાયર, વિરેન કુમખાનીયા, જયદીપ રાવલ, ગિરિરાજસિંહ સહિતના ટેકનિકલ સેલને પણ કામે લગાડવામાં આવ્યો હતો. ચોટીલા તેમજ સાયલા પોલીસની ટીમો દ્વારા હાઇવે ઉપરની હોટલો, પેટ્રોલ પંપો, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓના સીસીટીવી કેમેરાની જીણવટ ભરી તપાસ પણ આદરવામાં આવેલ હતી.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.પરમારને હે.કો. હરદેવસિંહ તથા વસંતભાઈ મારફતે બાતમી મળેલ કે, સાયલા તાલુકાના સિતાગઢ ગામના બે યુવકો હિતેશ કોળી અને કરશન કોળી દ્વારા તાજેતરમાં આ પંથકમાં ચોરીઓ કરવામાં આવે છે અને ચોરીનો મુદ્દામાલ તેઓના ઘરે તથા વાડીઓમાં રાખવામાં આવેલ છે. જે મળેલ બાતમી આધારે ટેકનિકલ સેલ દ્વારા વેરીફાઈ કરવામાં આવતા, ટેકનિકલ સેલ દ્વારા પણ મળેલ બાતમીને સમર્થન મળેલ હતું. જે મળેલ બાતમી આધારે ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. પી.ડી.પરમાર, પીએસઆઇ જે.જે.ચૌહાણ, સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, સ્ટાફના હે.કો. હરદેવસિંહ, રાયધનભાઇ, વસંતભાઈ, ફારૂકભાઈ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, સહિતના સ્ટાફની બે ટીમો સાયલા તાલુકાના સીતાગઢ ગામે છાપો મારતા, આરોપી ઓ (1) હિતેશ દિનેશભાઈ થરેશા જાતે ચું.કોળી ઉવ. 19 રહે. સિતાગઢ તા. સાયલા તથા (2) કરસન રામજીભાઈ થરેશા જાતે ચુ.કોળી ઉવ. 35 રહે. સિતાગઢ તા. સાયલા જી.સુરેન્દ્રનગર ને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. જે બનેના ઘરે તથા વાડીઓમાં તપાસ કરતા, રોકડા રૂ. 4,000/-, જૂના નવા મોબાઈલ ફોન નંગ 70 કિંમત રૂ. 35,000/- ટેબલેટ નંગ 1 કિંમત રૂ. 3,000/- તૈયાર પેન્ટ, શર્ટ, કપડાં કિંમત રૂ. 2,20,850/- ટેબલ, ખુરશી, ફોટા, પંખા, કોમ્પ્યુટર, સહિતનો આશરે કુલ રૂ. 3,50,000/- નો મુદ્દામાલ* મળી આવેલ હતો. પ્રાથમિક પૂછપરછમાં બને આરોપીઓ આ મુદ્દામાલ રાત્રિ દરમિયાન કરવામાં આવેલ ચોરીઓનો મુદ્દામાલ હોવાની કબૂલાત કરેલ હતી. *પકડાયેલા બને આરોપીઓ ખાસ કરીને બંધ કેબિનો તથા દુકાનોને ટાર્ગેટ કરી, તાળા તોડી, ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
પકડાયેલ બને આરોપીઓની લીંબડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ બને આરોપીઓએ પોપટની માફક એક પછી એક ગુન્હાની કબૂલાત કરવા માંડતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલ બને આરોપીઓ કૌટુંબિક કાકા ભત્રીજા થાય છે અને એ પૈકી આરોપી હિતેશ દિનેશભાઈ થરેશા જાતે ચું.કોળી ssc સુધી ભણેલો છે. પરંતુ, સાયલા ખાતે ખેતીની જમીન વાવવા રાખેલ તેમાં ખોટ જતાં, માથે જવાબદારી આવી જતા, ખેતી કામમાં પૂરું થતું ના હોય, ચોરીના રવાડે ચડી ગયાની કબૂલાત કરેલ હતી. જ્યારે આરોપી કરસન થારેશા ની માતા બીમાર હોઈ, સારવાર માટે ખૂબ જ ખર્ચ થઈ જતાં, રૂપિયાની જરૂરત હોઈ, ચોરીના રવાડે ચડી ગયાની કબૂલાત* કરવામાં આવેલ હતી.
પકડાયેલ બંને આરોપીઓની પુછપરછ કરવામાં આવતા, ચોટીલા અને સાયલા વિસ્તારમાં નીચે મુજબના ઘરફોડ ચોરીઓ ના ગુન્હાઓની કબુલાત કરવામાં આવેલ છે.
- ચોટીલા ખાતે આજથી એક માસ પહેલા આણંદપુર રોડ ઉપર બે દુકાનના તાળા તોડી, મોબાઈલ સહિતના માલ સામાનની ચોરી કરવામાં આવેલ હતી.
- ચોટીલા ખાતે બજારમાં મેઈન રોડ ઉપર બે દુકાનમાં મોબાઈલ સહિતના સામાનની ચોરી કરવામાં આવેલ હતી.
- થાનગઢ ખાતે બજારમાં કરિયાણાના સામાન તથા કાપડની દુકાનમાં ઘરફોડ ચોરી.
- સાયલા તાલુકાના ઇશ્વરીયા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર, ખુરશી, પંખા, ટેબલ, સહિતના સામાનની ઘરફોડ ચોરી.
- સાયલા તાલુકાના સાપર ગામે ત્રણ કેબિનમાં ચોરી
- વાગડીયા ગામે બે કેબિનમાં ચોરી કરેલાં ની કબુલાત કરવામાં આવેલ છે.
- ચોટીલા ખાતે થાનગઢ રોડ ઉપર આવેલ કેબિનમાં ટાયરોની ચોરી કરેલાં ની કબુલાત કરવામાં આવેલ છે.
આમ, પકડાયેલ બને આરોપીઓ દ્વારા કુલ 12 જેટલી દુકાન તથા કેબિનમાં તથા ઇશ્વરીયા ગામે પ્રાથમિક શાળામાં ઘરફોડ ચોરી કારેલાની કબુલાત કરવામાં આવેલ છે.
પકડાયેલ બને આરોપીઓની ચોટીલા પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા ચોટીલા બજારમાં બનેલ મોબાઈલની દુકાનના ઘરફોડ ચોરી ના ગુન્હામાં ધરપકડ કરી, બને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી, બીજા કેટલા ગુન્હાઓના સંડોવાયેલ છે..? પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હાઓના પકડાયેલ છે કે વોન્ટેડ છે કે કેમ…? તેઓની સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સબબ પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા તજવી જ હાથ ધરવામાં આવેલ છે. વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.