ચોટીલા માં ફરજ સંભાળતાની સાથે કાયદાનો દંડો ઘુમાવતા અસામાજીક તત્વો ભોંયભીતર

ચોટીલાની બહેન દીકરીઓ નો હું ભાઇ છું કોઇ લુખ્ખા તત્વો હેરાન કરતા હોય તો જાણ કરોપી. આઇ. કે. ડી. નકુમ

ચોટીલા માં નવ નિમણુંક પામેલ પી આઇ.ની થોડા જ દિવસો માં પ્રસંશનીય કામગીરી ના કારણે ચોટીલા ની ચેમ્બર ઓફ કોમર્સે તેમનું શાલ પહેરાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે આ અધિકારીએ વેપારીઓ ને જણાંવ્યું હતું કે ચોટીલા માં કોઇપણ વ્યક્તિ કાયદાનો ભંગ કરતુ હોય તો તરત મને જાણ કરજો.

ચોટીલા માં થોડાં દિવસ પહેલાં જ ચાર્જ સંભાળીને ફક્ત ગણત્રીના કલાકો  માં જ ચોટીલા ના હાઇવે , તળેટી તથા શહેરી વિસ્તાર માં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરીને ગેર કાયદે દબાણો દુર કરનાર પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.નકુમ ની ગણત્રી ના દિવસો માં જ પ્રસંશનીય કામગીરી કરતા ચોટીલા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ તથા હોદેદારો ચિરાગભાઇ કોટક, જોરૂભાઇ સોમલાબાપુ ખાચર, ભરતભાઇ મનુભાઇ , પ્રવિણભાઇ દાણીધારીયા, અનીલભાઇ કોટક સહિત અન્ય હોદેદારો એ પી.આઇ.કે.ડી.નકુમ નું શાલ પહેરાવી સન્માન કર્યું હતું.

ચોટીલા માં ચાર્જ સંભાળતા ની સાથે જ કાયદા નો દંડો ઉગામનાર આ ઝાંબાજ પોલીસ અધિકારી થી ફફડતા અસામાજીક લુખ્ખા તત્વો ભોંભીતર થઇ ગયાં છે.જ્યારે આ પ્રસંગે આ અધિકારીએ હાજર વેપારીઓ ને જણાંવ્યું હતું કે ચોટીલા માં કોઇ ની પણ લુખ્ખાગિરિ ચલાવી લેવામાં નહીં આવે. ચોટીલા શહેર માં પોલીસ રોજ પગપાળા નીકળશે અને આ રીતે જ હાઇવે ઉપર પણ પોલીસ ફરશે.

ચોટીલા માં કોઇપણ ચમ્મરબંધી પણ જો કાયદાનો ભંગ કરશે તો તેને પણ છોડવામાં નહીં આવે અને કાયદો કાયદા નું કામ કરશેજ.આ પ્રસંગે ચોટીલા ના વેપારીઓ ને પી.આઇ. કે.ડી.નકુમે જણાંવ્યું હતું કે ચોટીલા માં રાતે પણ કોઇ બહેન દીકરીઓ ને બહાર ફરવા નીકળવું હોય તો બેધડક નીકળી શકે છે. ચોટીલા ની બહેન દીકરીઓ નો હું ભાઇ છું કોઇપણ લુખ્ખાઓ હેરાન કરતા હોય તો તરત મને ફોન કરજો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.