નગરપાલિકાએ તાત્કાલીક સમસ્યાનો ઉકેલના કર્યા આદેશ
ચોટીલામાં ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિકને પડતી મુશ્કેલીઓને લઇને મહિલાઓ સહિત સ્થાનિકોમાં રોષ લોકોનું ટોળું પાલીકાએ ઘસી જઇને હલ્લાબોલ કર્યો. પીપરડી પાટી તરફ જવાનાં રસ્તા પર ભૂગર્ભ ગટર માંથી રસ્તા ઉપર ગંદા પાણી વહેતા થયાં હોવાથી લોકમાં રોષ ફેલાયો હતો. તેમજ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળ્યા હોવાથી રસ્તો બંધ થયો તેમજ ગંદકી ફેલાઈ જવા પામી હોવાથી વાહનો તેમજ લોકોને ચાલવા માટે મુશ્કેલ ઉભી થવા પામી છે. તે બાબતની લોકોમાં ફરિયાદ ઉઠી હતી.
ત્યારે મોટી સંખ્યામાં રોષે ભરાયેલા મહિલાઓ સહિત સ્થાનિકો પાલીકાએ આવીને હલ્લાબોલ કર્યો હતો. તે ઉપરાંત પાલિકા પ્રમુખ ને સમસ્યા અંગે રજુઆત કરી હતી. તેમજ પાલિકા પ્રમુખે તાત્કાલિક જે તે જવાબદારી ધરાવતા પાલિકાનાં કર્મચારીઓને રૂબરૂ બોલાવી તાબડતોબ લોકોની સમસ્યા હલ કરવા માટે તાકીદ કર્યો હતાં. અનેકવાર રજુઆત છતાં પણ્ સમસ્યા નો અંત ન આવતા મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ પાલિકાએ આવીને પાલિકા પ્રમુખ ને ઉગ્ર રજૂઆત કરી હતી.
ત્યારે સ્થાનિકો ને પડી રહેલી મુશ્કેલ થી વેહલી તકે છુટકારો મળશે.તેવી પાલિકા પ્રમુખ જયદિપભાઈ ખાચરે ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો..