ચોટીલાના ખેરડીના કોળી પરિવાર પર બે રાઉન્ડ ફાયરિંગ: બે મહિલા સહિત ત્રણ ઘવાયા

કરિયાણાની દુકાન પાસે દારૂનો નશો કરેલા શખ્સને ગાળો બોલવાની ના કહેતા મોડીરાતે બઘડાટી બોલાવી

બે કારમાં દસ જેટલા શખ્સોએ પાઇપથી હુમલો કરી મકાનમાં તોડફોડ કરતા નાસભાગ મચી ગઇ

ચોટીલા તાલુકાના ખેરડી ગામે ગતમોડી રાતે દસ જેટલા શખ્સોએ કોળી પરિવાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી પાઇપથી તોડફોડ કરતા નાસભાગ મચી ગઇ છે. હુમલામાં બે મહિલા સહિત ત્રણ ઘવાતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખેરડી ગામે રહેતા રામજીભાઇ નસાભાઇ સાંકળીયા (ઉ.વ.45) તેમના પુત્રવધૂ ભારતીબેન પ્રવિણભાઇ સાંકળીયા (ઉ.વ.35) અને જાગૃતિબેન અશોકભાઇ સાંકળીયા (ઉ.વ.30) ગતરાતે પોતાના ઘરે હતા ત્યારે જયરાજ વલકુ ધાધલ સહિત 10 જેટલા શખ્સો બે જુદી જુદી કાર લઇને આવ્યા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરી લોખંડના પાઇપથી હુમલો કરતા ત્રણેયને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રામજીભાઇ સાંકળીયા ખેરડી ગામે દસેક વર્ષથી પંચર અને કરિયાણાની દુકાન ચલાવે છે. રામજીભાઇ સાંકળીયાની દુકાને દારૂનો નશો કરેલી હાલતમાં જયરાજ ધાધલ અવાર નવાર આવી ગાળો બોલતો હોવાથી તેને સમજાવી દુકાન પાસે ગાળો ન બોલવાની કહેતા સવારે તે પોતાના ઘરે જતો રહ્યા બાદ મોડીરાતે પોતાના દસ જેટલા સાગરીતો સાથે બે કારમાં આવી પોતાની પાસે રહેલી ગનમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ રામજીભાઇ સાંકળીયા અને તેમની પુત્રવધૂ ભારતીબેન અને જાગૃતિબેનને પાઇપથી મારતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા.

જયરાજભાઇ વલકુભાઈ ધાંધલ દ્વારા રાત્રિના 11 વાગ્યે આ કરિયાણાની દુકાન ઉપર બે ગાડી સાથે હસી આવી અને ગાડીમાં રહેલા હત્યારો કાઢી અને ફાયરિંગ કરવામાં આવ્યા છે ત્યારે ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા છે જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે જેમાં બે મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચી છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગેરકાયદેસર હથિયારોનો વેપલો થઈ રહ્યો છે જેને લઇને ફાયરિંગના બનાવો વધતા જઈ રહ્યા છે.

ત્યારે તેઓ એક બનાવ ચોટીલાના ખેરડી ગામે સામે આવ્યો છે આ બનાવમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને પ્રાથમિક સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેમની હાલત વધુ ગંભીર થતાં હાલમાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ઇજાગ્રસ્તોમાં જાગૃતિબેન 6 મહિનાનો ગર્ભપાત ધરાવે છે તે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તેમની હાલત હાલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ નાના એવા ગામમાં બે ગાડી ફરી આવેલા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જયરાજ ધાધલ બે રાઉન્ડ ફાયરિંગ કરી મોડીરાતે આંતક મચાવતો હોવાથી રામજીભાઇ સાંકળીયાએ પોતાનો જીવ બચાવવા દરવાજો બંધ કરી દેતા દરવાજામાં તોડફોડ કરી ગાળો દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મોડીરાતે ફાયરિંગ કરી કરેલા હુમલાના કારણે નાના એવા ખેરડી ગામમાં નાસભાગ મચી ગઇ હતી. ચોટીલા પોલીસને બનાવ અંગે જાણ થતા ખેરડી ગામે દોડી ગયો હતો. પોલીસે જયરાજ ધાધલ અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોઘખોળ હાથધરી છે.

રાત્રે દરમિયાન ખેરડી ગામે ફાયરિંગ કરનાર ઈસમો પોલીસ પકડમાં હોવાની આશંકા

ચોટીલા ખેરડી ગામે રાત્રિ દરમિયાન ફાયરીંગની ઘટના સામે આવી છે ચાર શખ્સો દ્વારા બે કારમાં આવી અને ફાયરિંગ કરવામાં આવ્યા છે જેમાં ત્રણ લોકોને એ જાઓ પહોંચવા પામી છે ત્યારે આ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ચોટીલા ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની હાલત ગંભીર થતાં હાલમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે જેનો ગુનો સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગુનો દાખલ તાત્કાલિકપણે ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ ફાયરિંગ કરનાર પોલીસ પકડમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આગામી કલાકોમાં પોલીસે આ મામલે ઝડપાયેલા ઈસમોએ જાહેર કરે તેવી પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે હાલમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે આ ફાયરિંગ કરનાર ઈસમોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.