મોડી રાત્રી સુધી બંને જુથ વચ્ચે સમાધાનના પ્રયાસોના અંતે પોલીસમાં નોંધાતો ગુનો
ચોટીલામાં બુધવારના બપોરે માર્કેટીંગ યાર્ડ પાસે દુકાન ઉપર ધાબા પર સ્લેબ ભરવા બાબતે બોલાચાલીથઇ હતી.જેમાં મામલો બીચકતા ફાયરીંગ ઘટના ઘટતા ચકચાર મચી છે.જ્યારે 2 શખ્સો ઘટના બાદ નાસી છુટ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પંદરેક દિવસ પહેલા મુળ સણોસરા ગામના હાલ ચોટીલા રહેતા હિતેન્દ્રભાઇ અશોકભાઈ ખાચરની ચોટીલા યાર્ડ બહાર સિમેન્ટની દુકાન ઉ52ની દુકાન આરોપી પક્ષે વેચાણથી લીધી હતી.
જે દુકાન ઉપર નવું ધાબુ તથા સીડી તથા સજુ બનાવવા માટે ફરીયાદિ સાથે વાત કરતા ફરીયાદીએ ધાબુ ભરવાની હા પાડી હતી. તેમજ સીડી તેમજ સજુ કાઢવા માટે ના પાડતા ફરીયાદી તથા સાહેદ અરવિંદભાઇ જશુભાઇ ધાધલ સાથે આરોપી રવીભાઇ ગભરૂભાઇ ધાધલ તથા અન્ય એક અજાણ્યા શખ્સે આ બાબતે બુધવારના બપોરે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે ફોચ્ર્યુનરકારમાંથી ગેરકાયદેસર રીવોલ્વર કાઢી બીજાની જીંદગી તથા સલામતી જોખમાય તે રીતે બેદકારીથી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા આસપાસમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ બપોરની ઘટનાની મોડી ફરિયાદ કરતા ફરિયાદીએ જણાવેલ કે આરોપી સબંધી થતા હોવાથી સમાધાનની વાતચીત ચાલુ હતી. પરંતુ સમાધાન ન થતા પોલીસમાં ગુનો નોંધાવતાં તપાસ હાથ ધરી છે. આ બનાવ પંથકમાં ચર્ચાનો વિષય બની છે. જ્યારે પોલીસે એફએસએલ ટીમ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.