માંધાતા ગ્રુપ દ્વારા ન્યાયિક તપાસની માંગણી :પાંચમી એપ્રિલ બાદ ઉગ્ર આંદોલન છોડવાની ચીમકી
ચોટીલા માંધાતા ગ્રુપ સહીત કોળી સમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં પ્રાંત અધિકારી અંગારી સાહેબ ને આવેદનપત્ર પાઠવ્યું હતું.અકસ્માતે શંકાસ્પદ મોતનાં મામલે પોલીસ પાંચ દિવસોમાં ન્યાયિક તપાસ કરે તેવી માંગ કરાઈ છે. તાલુકા ભાજપ પ્રમુખ અને કોળી સમાજનાં આગેવાનના મોત મામલે ખૂનની આશંકા જતાવાઈ રહીછે તેવું આવેદનપત્ર માં જણાવ્યું હતું. ભાજપ પ્રમુખ નું શંકાસ્પદ મોત મામલે સરકાર દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવેતો કોળી સમાજ રાજ્ય વ્યાપીક આદોલ કરશે તેવી આવેદન માં ચિમકી ઉચ્ચારી હતી.
આ બનાવ રાત્રિ સમય દરમ્યાન વિરજીભાઇ જાદવભાઇ પલાળીયાનું અકસ્માતમાં ખપાવતા બનાવ સાથે મૃત્યુ થયેલ છે. જેની આજ તારીખ સુધી પોલીસ દ્વારા અકસ્માતને ઘ્યાનમાં રાખી તપાસ કરવામાં આવેલ છે.
આ બનાવમાં ચોટીલા તાલુકાના તમામ કોળી સમાજનું કહેવાનું થાય છે. આ બનાવમાં ખુન થયેલ છે તો આ બનાવનને લગતી જે તે ખુનની લગતી કાર્યવાહી સંપૂર્ણ તટસ્થ તપાસ કરી સત્ય હકિકત બહાર આવે એવી લાગણી છે.
આગામી પાંચ એપ્રીલ સુધી ન્યાયિક તપાસ કરી ગુનેગારોની ધરપકડ કરવા કડક કાર્યવાહી કરવામાં આવેે એવી ઉગ્ર માંગણી છે.
આ મુદત દરમિયાન જો કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાત કોળી સમાજ ઉગ્ર લાગણી સાથે આંદોલનના માર્ગે જશે. જેની સઁપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.