૭૦ મોબાઇલ ફોન સાથે રૂ ૩.૫૦ લાખનો મુદામાલ જપ્ત

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના  સાયલા તથા ચોટીલા તેમજ થાનગઢ વિસ્તારમાં ખાસ કરીને બજારમાં દુકાનોના તાળા તોડી તેમજ કેબીનોના છાપરા તોડી, પ્રવેશ કરી, દુકાનોના સામાનની ઘરફોડ ચોરી કરવાના   સ્ટાફની બે ટીમો સાયલા તાલુકાના સીતાગઢ ગામે છાપો મારતા, *આરોપી ઓ (૧) હિતેશ દિનેશભાઈ થરેશા જાતે ચું.કોળી ઉવ. ૧૯ રહે. સિતાગઢ તા. સાયલા તથા (૨) કરસન રામજીભાઈ થરેશા જાતે ચુ.કોળી ઉવ. ૩૫ રહે. સિતાગઢ તા. સાયલા જી.સુરેન્દ્રનગર* ને પકડી પાડી, ધરપકડ કરી, *રોકડ રકમ, જૂના નવા મોબાઈલ ફોન નંગ ૭૦, ટેબલેટ  નંગ ૧, તૈયાર પેન્ટ, શર્ટ, કપડાં, ટેબલ, ખુરશી, ફોટા, પંખા, કોમ્પ્યુટર, સહિતનો આશરે કુલ રૂ. ૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ* મળી આવેલ હતો.

પકડાયેલ બને આરોપીઓની લીંબડીના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ અર્જુનસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા સાયલા પોલીસ સ્ટેશનના ઈશ્વરીયા ગામની સ્કુલમા કરેલ ચોરીના ગુનાની કબુલાત આધારે નામદાર કોર્ટમાથી બન્ને આરોપીઓનુ ટ્રાન્સફર વોરંટ મેળવી, વોરંટ આધારે જેલમાથી આરોપીઓનો કબજો મેળવી સાયલા પો.સ્ટેના ઉપરોકત ગુનાના કામે અટક કરવામા આવેલ…

આમ, પકડાયેલ બને આરોપીઓની સાયલા પોલીસ દ્વારા કબજો મેળવી, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા તથા સ્ટાફના હે.કો. લક્ષ્મણભાઈ, અમરકુમાર, વિજયસિંહ, મજબૂતાઇને દ્વારા *સઘન પૂછપરછ હાથ ધરતાં, ચોટીલા ખાતે ૧૨ દુકાનો ઉપરાંત નીચે મુજબના ચોરીના વધુ ચોરીના ૦૨ ગુનાની કબુલાત* કરવામા આવેલ….

(૧)એક મહીના પહેલા સાયલા કોર્ટ પાસેની અલગ  અલગ  ત્રણ દુકાનોમાથી કુલ.કી.રુ.૩૧૬૦૦/-કોપર વાયરોની ચોરી કરેલાની કબુલાત કરવામા આવેલ છે….(૨)સાયલા તાલુકાના આયા ગામના બોર્ડ પાસેની વાડી માથી ખેતીના સરસામાનની ચોરી કરેલાની કબુલાત કરવામા આવેલ છે……*

પકડાયેલ બને આરોપીઓની સાયલા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઈન્સ. એ.એ.જાડેજા  તથા સ્ટાફ દ્વારા *દિન ૦૩ ના પોલીસ રિમાન્ડ મેળવી, ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી, કોર્ટ હવાલે કરવામાં* આવેલ છે. વધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઈન્સ.એ.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.