- ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયને લઇ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત
- નુકસાનીના આંકડા બદલ્યા હોવાના આક્ષેપો
- અમુક ગામને સર્વેથી બાકાત રાખ્યા હોવાના આક્ષેપો
પાક નુકસાનમાં ખેડૂતો સાથે થયેલી ગોલમાલ મુદ્દે રાજુ કરપડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. અમુક ગામને સર્વેથી બાકાત કરવામાં આવ્યા હોય તેમજ અમુક જગ્યાએ બે સર્વે નંબર હોય એવી સરખી જમીન ધરાવતા ખેડૂતોને વધતાં ઓછા પ્રમાણમાં રકમ વળતર પેટે મળી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ સર્વે થયો ત્યાં પણ નુકસાનીના આંકડા જાણી જોઈને બદલવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે પુરાવા રજુ કરીને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે અમૃત મકવાણા, કિશોર, મહેન્દ્રસિંહ, અશોક, દેવકરણ, અજીતભાઈ સહિત સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, પાક નુકસાનમાં ખેડૂતો સાથે થયેલી ગોલમાલ મુદ્દે રાજુ કરપડા દ્વારા સર્વેનો ભાંડો ફોડી આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને પુરાવા સાથે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એક પણ જગ્યાએ સ્થળ પર પંચરોજ કામ કરવામાં આવ્યું નથી, સ્થાનિક આગેવાનને સાથે રાખવામાં આવ્યા નથી, અમુક ગામને સર્વેથી બાકાત કરવામાં આવ્યા છે તો અમુક જગ્યાએ બાજુ બાજુના બે સર્વે નંબર હોય સરખી જમીન ધરાવતા ખેડૂતોને પણ વધતાં ઓછા પ્રમાણમાં રકમ વળતર પેટે મળી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
જ્યાં થોડો પણ સર્વે થયો ત્યાં પણ નુકસાનીના આંકડા જાણી જોઈને બદલવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે પુરાવા રજુ કરીને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ જે ખેડૂતોને મજાક સમાન વળતર મળેલું હતું. તેમજ એ ખેડૂતોએ કૃષિમંત્રીના ખાતામાં આ રકમ પરત આપવા માટે ચેક પણ જિલ્લા ખેતીવાડી અધિકારીને પરત આપ્યા હતા. આ દરમિયાન અમૃત મકવાણા કિશોર, મહેન્દ્રસિંહ, અશોક, દેવકરણ, અજીત સહિત સ્થાનિક આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : રણજીતસિંહ ધાંધલ