માનવસેવા, જીવદયા, શૈક્ષણિક કાર્યો, પ્રકૃતિ તેમજ આરોગ્યક્ષેત્રે પરમાર્થ કાર્યો કરતા ફાઉન્ડેશનનો 18મો મંગલ પ્રવેશ
ચોટીલા ના ઉત્સાહી યુવાઓ દ્વારા વર્ષ 04-04-2004 ના રોજ પોતાની પોકેટ મની માંથી બચત કરી ને જરૂરિયાત લોકો ને મદદ કરવાના હેતુ થી એક ગ્રુપ બનાવવમાં આવ્યું હતું જે તે સમયે ચોટીલા ચામુંડા માતાજી મંદિરે ચાલી ને આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી અને સરબત પીવડાવવાની કામગીરી કરતા હતા. સમય જતાં માનવ સેવા, જીવદયા, શૈક્ષણિક કાર્યો, પ્રકૃતિ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કામગીરી વગેરે જેવા સમય ની જરૂરિયાત મુજબ પરોપકાર ના કાર્યો કરતા આવે છે. બ્લડ ડોનેશન કેમ્પ, ચકલી ના માળા, પક્ષી માટે પાણી ના કુંડા, ઝૂંપડપટ્ટી ના બાળકો ને મફત માં ટ્યુશન તથા ભોજન, ફ્રી મેડિકલ કેમ્પ, આંખ નો નિદાન કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, પાણી ની પરબ, ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ તથા પુણ્યતિથિ ની ઉજવણી, ઝૂંપડપટ્ટી ના બાળકો ને પીકનીક, દર રવિવારે તથા દાતાઓ ના જન્મ દિવસ કે તેમના સ્વજન ની પુણ્યતિથિ નિમિતે અવાર નવાર ઝૂંપડપટ્ટી ના બાળકો ને અલગ અલગ ભોજન તેમજ નાસ્તો, ફૂલ સ્કેપ ચોપડા વિતરણ જેવી વિવિધ પ્રવૃતિઓ તેમજ જ્યારે જ્યારે દેશ પર આવી પડેલી આફતો માં વધુ ને વધુ લોકો ને જોડી આર્થિક કે ફૂડ પેકેટ થકી મદદ કરવા તેમજ ગયા વર્ષે કોરોના મહામારી માં આ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા પોતાના જીવ ની ચિંતા કર્યા વગર લોકડાઉન ના કારણે રસ્તા પર ચાલી ને જતા લોકો ને ફૂડ પેકેટ, ભોજનતેમજ સરકાર ના સહયોગ થી પોતાના વતન પરત મોકલવાની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી અને 25000 જેટલા માસ્ક, સેનીટાઇઝર, ફેસગાર્ડ નું વિનામૂલ્યે વિતરણ અને તેમજ પેટિયું રણી ને જીવન પસાર કરતા લોકો ને અંદાજે 1000 રાશન કીટ પણ વિતરણ કરવામાં આવી હતી.
ગઈકાલે 18 માં સ્થપના દિવસ ની ઉજવણી નિમિત્તે ચોટીલાના હાઇવે રોડ પર આવેલ બાળા ભોળા હનુમાન ધાર પર આવેલ ઝૂંપડપટ્ટી ના બાળકો ને દર રવિવારે સંસ્થા દ્વારા ભણાવવમાં આવે છે તે બાળકો માં શિક્ષણનું મહત્વ વધે અને એ ભૂલકાઓ ને સ્કૂલ જતા હોય તેવી ભાવના થાય તે હેતુ થી ફ્રી ટ્યુશન ના 50 બાળકો ને સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ શૂઝ અને મોજા નું વિતરણ દાતાઓના સહયોગ થી કરવામાં આવ્યુ હતું. આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદભાઈ વ્યાસ અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવત સુરેશભાઈ વડેખણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોટીલા ની અલગ અલગ 6 ઝૂંપડપટ્ટી વિસ્તાર ના અંદાજે 250 બાળકો ને રાજકોટ રહેતા વિજયભાઈ શાહ તથા હેતલબેન શાહની દીકરી જહાનવી ના જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે તમામ બાળકો ને પુરી, બટેકા નું શાક અને કેરી નો રસ નું ભરપેટ ભોજન પીરસવમાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવાં રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના પ્રમુખ મોહસીનખાન પઠાણ, મેહુલભાઈ ખંધાર, અરબાઝખાન પઠાણ, વિજયભાઈ ચાવડા, જીતેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ ડાંગર, ફેઝલભાઈ વાળા, ગોપાલભાઈ વાઘેલા, મોઇનખાન પઠાણ, નિરાલિબેન ચૌહાણ, પાયલબેન મોરી, જયોતિબેન સીતાપરા, ગીતાબેન વાઘેલા સહિત ના સભ્યો એ જમેહત ઉઠાવી હતી.