તગડો ટોલ ટેક્ષ ભરવા છતાં વાહન ચાલકોને રોડની પુરતી વ્યવસ્થા મળતી નથી
ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે થોડા મહિના પહેલા જ બનેલો હોય તેમ છતાં વરસાદને કારણે ઘોવાઇ ગયો છે. ઠેક-ઠેકાણે એક એક ફુટના ખાડાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. લોકો પાસેથી તગડો ટેક્ષ વસુલવા છતાં રોડની સારી સવલત ન મળતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ચોટીલા થી રાજકોટ સુધીના નેશનલ હાઈવે માં ઠેક ઠેકાણે એક-એક ફુટના ખાડા પડયા છે. થોડાક મહિના પહેલા જ બનેલો રોડ વરસાદથી ધોવાઈ ગયો હોય જેથી રોડના કામમાં ભ્રષ્ટાચારની થયો હોવાની ગંધ આવી રહી છે.એક એક ફૂટના ખાડા પડી ગયા છે જેને લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેતેમજ વાહનો માં નુક્સાની વેઠવી પડે છે અને એકિસડન્ટની પણ સંભાવના રહે છે.
તગડો રોડ ટેક્સ અને ટોલ ટેક્સ લેવા છતાં પણ વાહનચાલકોને રોડ ની સુવિધા મળતી નથી નવા બનેલા 6 લાઇન રોડ ઉપર પણ એક ફુટ ના ખાડા તેમ જ કાંકરીઓના ઢગ જોવા મળી રહ્યા છે રોડ ઉપર વાહન લઈ ને જતા હોય ત્યારે 50 વર્ષ પહેલા ના રોડ ની યાદ તાજી થાય છે.
ચોટીલા થી રાજકોટ 45 મિનીટનો રોડ છે પણ રાજકોટ પહોંચવામાં પોણા બે કલાક લાગી જાય છે જેને કારણે વાહનચાલકોને ઇંધણની પણ નુકસાની વેઠવી પડે છે સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોઆવો હોય તો ગામડાના રસ્તા ની હાલત શું હશે એ તો આપણે વિચારવાનું રહ્યું.ખાડા ખબડાવાળા રોડથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.