ચોટીલા યાત્રાધામમાં પોલીસની બેદરકારીના કારણે ચોરી અને ખિસ્સા કાતરૂઓને મોકળુ મેદાન મળ્યું હોય તેમ ચોરી અને પાકીટ સેરવી લેવાની ઘટના રોજીંદી બની હોવા છતાં પોલીસ પોતાની નિષ્ક્રીયતા છતી ન થાય તે માટે ચોરીના ગુના જ નોંધવાનું બંધ કરી દીધું છે.
ચોટીલા દર્શન કરવા આવેલા જીતેન્દ્ર શેખ નામના શ્રમજીવીનું જી.જે.13એજી. 3942 નંબરનું બાઇક ચોરાયું હતું. જીતેન્દ્રભાઇ બાઇક ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા ગયા હતા અને બાઇક ચોરીની ઘટના સીસીટીવી ફુટેજ પણ રજુ કર્યા હોવા છતાં ચોટીલા પોલીસે વિધીવત ફરિયાદ નોંધવાના બદલે અરજી લખાવી જીતેન્દ્રભાઇને રવાના કરી દીધા હતા.
ચોટીલામાં વાહન ચોરી અને ખિસ્સામાંથી પાકીટ સેરવી લેવાની અનેક ઘટના પોલીસ દ્વારા છુપાવી ગુનાનું બકીંગ કરી રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો ચોટીલા પોલીસની નિષ્ક્રીયા સાથે અનેક પોલંપોલનો ભાંડો ફુટે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.