સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, હાલમાં ચાલી રહેલ ઈંઙક ક્રિકેટ મેચમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાના ટાઉનમાં પણ ક્રિકેટનો સટ્ટો રમાડવાની શક્યતાઓ હોઈ, આ જુગારની પ્રવૃત્તિ તથા ક્રિકેટ સત્તાની બદી નેસ્ત નાબૂદ કરી, જુગારના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં ક્રિકેટ સટ્ટો રમાડતા આરોપીઓ અંગે બાતમીઓ મેળવી, ક્રિકેટ સટ્ટાના કેસો શોધી કાઢવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ક્રિકેટ સટ્ટાના કેસો શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમારને એ.એસ.આઇ. કેતનભાઇ મારફતે બાતમી મળેલ કે, ચોટીલા ટાઉનમાં તળેટીમાં જાહેરમાં આરોપી જીગર સુરેશ કરાવડીયા ચેન્નાઈ સુપરકિંગ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો વચ્ચે ઈંઙક મેચ ઉપર ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ કરે છે અને જુગાર રમાડે છે.
ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. સી.એચ.માઢક, હે.કો. કેતનભાઇ, ઈશ્વરભાઈ, જુવાનસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, વિભાભાઈ, વસંતભાઈ, રાયધનભાઈ, સરદારસિંહ, અજયસિંહ, સહિતની ટીમ દ્વારા ચોટીલા ચોટીલા ટાઉનમાં તળેટીમાં જાહેરમાં ક્રિકેટ સટ્ટા નો જુગાર રમાડતા આરોપી જીગરભાઇ સુરેશભાઈ કારાવાડીયા ઉવ.૨૫ રહે.શીવશકિત સોસાયટી ચોટીલા તા. ચોટીલાને રોકડ રકમ રૂ. ૬,૩૫૦/-, મોબાઈલ નંગ ૧ કિંમત રૂ. ૧૦૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧૬૩૫૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com