સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર વાહનો બેફામ ગતિમાં ચાલી રહ્યા છે અને નિર્દોષ લોકોના પ્રાણ હરી રહ્યા છે અને અકસ્માત સર્જી અને પ્લાયન થઈ જવાની અને ઘટનાઓ સામે આવે છે ત્યારે આજે ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે ચાલીને જતા જૈન સર ગામના યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમને ગંભીર ઈજા સાથે ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે ત્યારે તેમને ચોટીલા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં યુવાનના મૃત્યુના સમાચાર સાંભળતા પરિવારમાં ભારે શોખની લાગણી છવાઈ જવા પામી છે.

ત્યારે તાત્કાલિક અસરે ચોટીલા પોલીસને જાણકારી મળતા ચોબારી ગામ ના પાટીયા પાસે ચોટીલા પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે જૈન સરા ગામના યુવાન મહેશભાઈ ધીરુભાઈ ઉંમર વર્ષ 26 ચાલીને પસાર થઈ રહ્યા હતા તેવા સમયે અજાણ્યા વાહનના ચાલકે મહેશભાઈને ફેટે લઈ અને જેઓને ગંભીરિજાઓ પહોંચાડી હતી ત્યારે તેમનું ઘટનાસ્થળે સારવાર મળે તે પહેલા જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે જેમને ચોટીલા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરે ચોટીલા પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને ઘટના સ્થળ ઉપર તાત્કાલિક ચોટીલા પોલીસ પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.