રસોઈ કરતી વેળાએ દાઝી જતાં જામનગરના વૃદ્ધાએ સારવારમાં દમ તોડયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોટીલાના નવોઢા અને જામનગરના મોટી બાણુગર ગામે વૃદ્ધા રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી ગયા બાદ સારવારમાં લઈ આવતા નવોઢા અને વૃદ્ધાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના કાળાસર ગામે રહેતી પાયલબેન લક્ષ્મણભાઈ સાબરીયા નામની 20 વર્ષની પરિણીતા ગત તા.12ના રોજ ચૂલા પર રસોઈ બનાવતી હતી. ત્યારે અકસ્માતે દાઝી ગઈ હતી તેણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જ્યારે બીજા બનાવમાં જામનગરના મોટી બાણુગર ગામે રહેતા ભગવતીબેન ભીમજીભાઇ અઘેરા નામના 75 વર્ષના વૃદ્ધા ત્રણ દિવસ પહેલા સવારના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ચા બનાવતા હતા ત્યારે ગંભીર રીતે દાઝી જતા વૃદ્ધાને તાત્કાલિક રાજકોટ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વૃદ્ધાએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.