સુરેન્દ્રનગર જીલ્લાનું વિશ્વ પ્રસિધ્ધ ચોટીલા ઘામ શર્મસાર થયાનાં આજે દોઢ વર્ષ કરતા પણ વઘુ સમય થઇ ગયો છે. પરંતુ મા નાં ઘામને લલછન લગાડનારો કહેવાતો શિક્ષક ઘવલ ત્રિવેદી પકડાયો છે કે, ન તો શાળાની વિદ્યાર્થીની જે ઘવલ ત્રિવેદી દ્વારા અપહરણ કરી ભગાડી જવામાં આવી હતી તેની કોઇ ભાળ મળી છે. હવે દોઢ-દોઢ વર્ષ વિતી જવાથી ચોટીલામાં દોઢ વર્ષ પહેલા અપહ્ત બાળાનાં મામલે રાજ્યનો લોહાણા મહાજન સમાજ આકરા પણીએ જોવામાં આવી રહ્યો છે. સમાજ દ્વારા લાંબી રાહ જોયા બાદ હવે તંત્રને બાળાને શોધી લાવો નહી તો રઘુવંશીઓ આંદોલન પર ઉતરશે તેવું અલ્ટીમેટમ આપી દેવામાં આવેલ છે. સમાજ દ્વારા આ મામલે દેશનાં ગૃહમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને દિકરી માટે ન્યાયની માંગણી કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, ગત વર્ષે ઓગસ્ટ માસમાં ચોટીલાનાં ટયુશન કલાસીસ સંચાલક એક સપ્તાહમાં લોહાણા વેપારીની પુત્રીને ફેસલાવી અપહરણ કરીને લઇ ગયેલ જે આરોપી દીકરીઓ ફ્સાવી આવી પ્રકારના ગૂનો કરવાની ટેવ વાળો ધવલ ત્રિવેદી નામનો શખ્સ હતો જે આવા જ ગૂનામાં આજીવન કેદની સજા રાજકોટ જેલમાં ભોગવતો હતો અને જેલવાસનાં સબંધો થકી પેરોલ મેળવી ખોટૂ નામ ધારણ કરી ચોટીલામાં ઇગ્લીશ સ્પિકીંગનાં ક્લાસ ખોલેલ હતા જેમા માત્ર એક સપ્તાહમાં પેરોલ પુરી થાય તેના એક દિવસ પહેલા ચોટીલાની બાળાનું અપહરણ કરી નાસી છુટેલ હતો. આરોપીનો આ નવમી બાળા શિકાર બનેલ છે. જેની તપાસ છેલ્લા સાત મહિના થઈ સીબીઆઈ ચલાવી રહેલ છે. છતા કોઇ પરિણામ નહી મળતા ચોટીલા નજીક સમસ્ત ગુજરાત અને સૌરાષ્ટ્રના લોહાણા મહાજનનાં અગ્રણીઓની બેઠક મળેલ હતી. બેઠકમાં લોહાણા સમાજનાં આગેવાન કિરીટભાઇ ભીમાણી, કાશમીરાબેન નથવાણી, સોનલબેન વસાણી, યોગેશભાઇ ઉનડકટ સહિતનાં રાજ્યનાં અનેક શહેરોનાં પ્રતિનિધિઓ સાથે સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. સમાજનાં આગેવાનોએ આ બેઠકમાં સ્પષ્ટ જણાવેલ કે ચોટીલાની સામાન્ય પરિવારની દિકરી સમગ્ર સમાજની દિકરી છે સરકારની સીબીઆઈ જેવી શાખા સાત માસ થવા છતા કોઇ નક્કર પરિણામ આપેલ નથી એટલે આવનાર 15 થી 17 દિવસોમાં આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર અમારી દિકરી અને નરાધામ આરોપી અંગે કોઇ નક્કર પરિણામ નહીં આપેતો રાજ્યભરમાં લોહાણા સમાજ આંદોલનનો રસ્તો અપનાવશે તેવુ અલ્ટીમેટમ સમગ્ર સમાજે આપેલ છે.