ટ્રક ચાલકે કારની સાઈડ કાપવા જતા ટ્રક કાર પર ઊંધું વળી જતાં પાંચ દટાયા હતા
રાજકોટનો પરિવાર નડિયાદ લગ્ન પ્રસંગે જતો હતો ત્યારે સર્જાયો ગોઝારો અકસ્માત
ચોટીલા નજીક ગઈકાલે એક કોલસો ભરેલો ટ્રક ચાલતી કાર ઉપર ઊંધો પડી જતા પાંચ લોકો તેની નીચે દટાયા હતા. જેમાં ઘટના સ્થળે જ સસરા જમાઈના કમ કમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે ઘરમાં બેસેલા ત્રણને ગંભીર પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી છે મૃતદેહોને કાઢવા માટે ચાર જેસીબી ની મદદ લેવાઈ હતી. જ્યારે ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સવારે રાજકોટથી નડીયાદ જવા માટે રાજકોટ રહેતા ભુદેવ હિતેશભાઇ ભાનુપ્રસાદભાઈ દવે (ઉ.વ ૬૦) તેમના પતી વનીતાબેન હિતેશભાઈ દવે (ઉ. વ ૫૪) તેમની પુત્રી શ્રુતિબેન પંડ્યા (ઉ. વ ૩૪), જમાઈ ચિરાગ અશોકભાઈ પંડ્યા (ઉ. વ ૩૫) તેમજ છ વર્ષના ભાણેજ ધ્યેય પંડ્યા સાથે કૌટુંબિક લગ્ન પ્રસંગ માટે નડીયાદ જવા તેઓની કાર લઈને નિકળ્યા હતા.
ચોટીલા પસાર કરીસાયલા તરફ આગળ પહોચતા વણકી કોલસો ભરેલ નંબર વગરનાં ટ્રેલરનાં ચાલકે સાઇડ કાપવાની લહાઇ કરતા ટ્રેલર કાર ઉપર પલટી મારીજતા આખી કાર દબાઇ ગયેલ હતી. જેમાં પાંચ વ્યકિતઓ દબાઈ ગયા હતા અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા પરંતુ કારમાં પાચ લોકો ફસાયેલા હતા.
ચોટીલા સાયલા પોલીસ સહિત નો કાફલો પહોચ્યો હતો અકસ્માતને કારણે બે કીમી જેટલી વાહનોનો ની કતારો જામ થઈ ગયેલ હતી. બે ક્રેઇન જેસીબીની મદદથી ટ્રેલર કાર ઉપરથી દુર કરી ઇજાગ્રસ્તોને ચોટીલા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા. કાર આખી બુકડો બોલી ગયેલ અને હિતેશભાઇ દવે અને ચિરાગભાઇ પંડ્યા સસરા-જમાઇનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજ્યું હતું જેઓના મૃતદેહને સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. ઇજાગ્રસ્ત વનિતાબેને પરિવારને અકસ્માતની જાણ કરતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા . હાલ પોલીસે ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.