• પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પગારની ચુકવણી નહી કર્મચારીઓએ કર્યા આક્ષેપ
  • ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા કર્મચારીઓને એડવાન્સ પગાર ચૂકવવાનો પરિપત્ર જાહેર

ચોટીલા ખાતે નગરપાલિકાના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા 6 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પગારની માંગણી કરી હતી. દિવાળી તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે કર્મચારીઓ દ્વારા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા ચાત કોઈ કાર્યવાહી નહી તેવા કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા.જ્યારે એક તરફ ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા પરિપત્ર જાહેર કરી કર્મચારીઓ ઉજવી શકે તે માટે અગાઉ એડવાન્સમાં પગાર ચૂકવવાનો પરિપત્ર જાહેર કરેલ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ચોટીલા પાલિકાની ગોર બેદરકારી સાથે સાથે કર્મચારીનો પગાર પણ ન થતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ચોટીલા નગરપાલિકાના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી છ પૈકી ત્રણ પગારની માંગણી કરી હતી.

આ સાથે જ ટૂંક જ સમયમાં દિવાળી જેવો મોટો તહેવાર આવતો હોય ત્યારે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે કર્મચારીઓ દ્વારા પ્રમુખને તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરેલ કે ત્રણ પગાર કરી આપવા પરંતુ ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા ઉડાવ જવાબ આપી કર્મચારીઓની વાતને ધ્યાને ન લેતા કર્મચારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવાની જરૂરિયાત પડતા તેઓએ આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.