ચોટીલા આવેલા સરકારી બસ સ્ટેન્ડ ઘણા જ વર્ષો થી સાવ મૃતપાય દસા માં મુકાય ગયું છે. એક જમાં ના માં આ બસ સ્ટેન્ડ માં 450 થી વધુ બસો ની અવર જવર થતી હતી જ્યારે સરકાર દ્વારા થોડા સમય પેલા ગામ ની બહાર નવો એસ.ટી.પો ઊભો કરતા અને આ ડેપો એકદમ ઉજ્જડ જગ્યા પર આવેલો હોવાથી ખાસ કરી ને વેલી સવારે અપ ડાઉન કરતી બહેન દીકરી માટે ભયરૂપ બન્યો છે.
ચોટીલા માં એસ ટી વિભાગ દ્વારા આ નવું બસ સ્ટેન્ડ ઉજ્જડ જગ્યા પર છે કે ચોટીલા ની મહિલાઓ ને ખાસ કરીને રાત્રિ ના સમયે આ બસ સ્ટેન્ડ માંથી ઘરે પહોંચવા માં અસામાજિક તત્વોનો ભય નો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ચોટીલા શહેર અંદર આવેલા બસ સ્ટેન્ડ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરી ગામ વચો વચ આવેલ આ બસ સ્ટેન્ડ જો ફરી ધમધમતું કરવામાં આવે તો ચોટીલા શહેર વૃદ્ધો, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને ગામ ની મહિલાઓ તથા ખાસ કરી. ને દર્દીઓ માટે ખૂબ જ સરળતા થઈ શકે છે.
શહેર ના નાગરિકો ની માંગણી કે ચોટીલા શહેર અંદર આવેલા બસ સ્ટેન્ડ જો ફરી થી ધમધમતુ કરવામાં આવે તો ચોટીલા શહેર ના વિવિધ માણસો અને મુસાફરો ને મોટી રાહત મળી શકે એમ છે.
ચોટીલા માં વર્સો જૂનું બસ સ્ટેન્ડ આવેલું હોવા છતાં એસ ટી વિભાગ દ્વારા ક્યાં કારણો સર છેક ગામ બહાર નવું બસ સ્ટેન્ડ બનાવ્યું તેની પણ લોકો માં ચર્ચા થઈ રહી છે.