મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરાને રજૂઆત
ચોટીલાથી થાનગઢ જતા રોડ ઉપર નવા સુરજદેવળ મંદિર, મું. દેવસર જતી સિંગલ પટી રોડ હાલ બિસ્માર હાલતમાં હોય તે નવીનીકરણ અને ટુ લાઇન કરી આપવા મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસદને રજૂઆત કરવામાં આવી હતી.
ચોટીલા તાલુકાનું અને પાંચાળ ભુમીની શોભા વધારતું કુદરતી સૌદર્ય વચ્ચે અને સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ તેમજ અઢારે વર્ણના આરાધ્ય જાગતા દેવ એવા ભગવાન સુર્યનારાયણનું મંદિર એટલે સુરજદેવળ મંદિર ટુરિઝમ ક્ષેત્રે ખુબ જ વિકાસની ગતિએ ચાલી રહ્યુ છે. અને ખુબ મોટા પ્રમાણમાં સહેલાણીઓ આસ્થા શ્રધ્ધા સાથે કુદરતી અબોહવા તેમજ કુદરતી સૌદર્ય માણવા તેમજ ભગવાન સુર્યનારાયણના દર્શન કરવા આવી રહ્યા છે. પણ હાલ નવા સુરજદેવળ મંદિર તરફ જતો રોડ ગત ચોમાસામાં વધારે વરસાદના કારણે બિસ્માર હાલતમાં હોય જેથી એસ.ટી.બસ તેમજ પ્રાઇવેટ વાહન લઇને જતા દર્શનાર્થીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે અને સિંગલ પટી રોડ હોય તેમાં વાહન ઓવરટેક કરવામાં અનેક નાના મોટા એકસીડન્ટ થતા હોય તો આપને નમ્ર વિનંતી સાથે તમામ મુદાઓ ધ્યાને લઇને તાત્કાલિક ધોરણે અંદાજિત ૨થી ૩ કિ.મી. ટુ લાઇન ડામર રોડ કરાવી આપશો.