કુંવારીને માતા બનાવનાર નરામધની શોધખોળ: મૃતક પુત્રીના સંતાનની નાના-નાનીએ કર્યા સ્વીકાર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આશરે નવ મહિના પહેલા ગુજારવામાં આવ્યું હતું ત્યારે સગીર વયની 16 વર્ષની સગીરાને દુષ્કર્મ બાદ ગર્ભ રહી ગયેલું હોય તેની જાણકારી સાત મહિના બાદ થઈ હતી ત્યારે આ મામલે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના બનાવને લઈ તે સમયે પણ ચકચાર વ્યાપી જવાબ આપ્યો હતો અને ઘટનાને લઇ અને પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.
સગીરાના પેટમાં સાત મહિનાનું બાળક હતું ત્યારે આ મામલે પોલીસ દ્વારા નરાધમની અટકાયત કરી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે 16 વર્ષની સગીરાએ ફૂલ જેવી બાળકીને ચોટીલાની સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ આપ્યો. પરંતુ સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની હોય ત્યારે ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યા બાદ સગીરાની તબિયત અચાનક લથડી તબિયત લથડતાની સાથે આઈસીયુ વિભાગમાં સગીરાને દાખલ કરવામાં આવી દુર્ભાગ્યવસ્થ એ છે કે સગીરાનું રાત્રી દરમિયાન મૃત્યુ થયું છે.
ત્યારે ઘટનાને લઈને પરિવારજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે આ મામલે પરિવાર જનો માં પણ કલ્પાત સર્જાયો છે.ત્યારે ફૂલ જેવી દીકરીને જન્મ આપીને સગીર વયની માતાનું અવસાન થયું છે ઘટનાને લઇ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઘટનાથી આ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે આ મામલે પોલીસ તંત્ર દ્વારા વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવ્યું છે યોગ્ય કાર્યવાહી કરવા તમામ પ્રકારના પ્રયાસો પોલીસ તંત્ર એ હાથ ધર્યા છે પરિવારજનોના નિવેદનો પણ લેવાની હવે શરૂઆત કરી દીધી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં સગીરાની કુખે જન્મ લેનાર બાળકીની તબિયત સારી હોવાનું પણ ડોક્ટરી ટીમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
મૃતક સગીરાના માતા-પિતાએ બાળકીનો સ્વીકાર કર્યો
સગીરા દ્વારા જે બાળકીને જન્મ આપવામાં આવ્યો છે તે બાળકીની તબિયત હાલમાં અત્યંત સુરક્ષિત છે પણ સવાલ એ છે કે આ તાજી જન્મેલી બાળકી થોડી સમજણી થશે તો કોને માતા કહેશે કે કોને પિતા કહે છે. ત્યારે એક તરફ સરકાર દ્વારા દીકરી બચાવો દીકરી પઢાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ તાજી જન્મેલી બાળકી ની માતા દુર્ભાગ્યવસ્થ રીતે મૃત્યુ પામે છે ત્યારે દુષ્કર્મ ગુજારનાર નરાધમ જેલમાં છે
ત્યારે ખેત મજૂરી કરી અને જીવન ધોરણ ગુજારતા દીકરીના માતા-પિતા દ્વારા હાલની પરિસ્થિતિ મુજબ આ બાળકી નો સ્વીકાર કરી અને ભરણપોષણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ 16 વર્ષની સગીરા દીકરીને જન્મ આપ્યા બાદ મૃત્યુ પામી છે અને દુષ્કર્મ ગુજારના નરાધમ જેલમાં સજા કાપી રહ્યો છે ત્યારે બાળકી નો તમામ પ્રકારનો સ્વીકાર કરી અને સગીરાની માતા અને પિતાએ તેના ઉછેર માટેનો સંકલ્પ કર્યો છે.