જય જોગી જલીયાણના નાદ સાથે ઠેર ઠેર જલારામ જયંતિ ઉજવાતી હોય છે. ઠેર ઠેર જોગી જલીયાણી શોભાયાત્રા, ભજન અને મહાપ્રસાદ યોજાતો હોય છે. ત્યારે આ વખતે કોરોનાના કહેર વચ્ચે ‘જલા’બાપાના ધામમાં જયંતિ ઉજવાશે. પરંતુ સરકારની ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવશે. ખાસ ચોટીલા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે આજે સાદગીપૂર્વક જલારામ જયંતિ ઉજવાશે, ખાસ આ કોરોના કપરા કાળમાં બાપા સૌને સ્વસ્થ તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.
દયા, પ્રેમ અને કરૂણાની મૂર્તિ જોગી જલીયાણની જયંતિ નિમિતે લાખ લાખ વંદન: રાજુભાઇ જાદવ
જલારામ મંદિર ચોટીલાના મેનેજર રાજુભાઇ જાદવએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે જલારામ જયંતી નિમીતે દર વખતે બાપાની આરાધના કરવામાં આવે છે. શોભાયાત્રા, ભજન અને મહાપ્રસાદ યોજાતુ હોય છે. ખાસતો જલારામબાપા હાલના સમયમાં જલાબાપાના માત્ર દર્શન રાખેલ છે. કારણ કે સરકારની ગાઇડ લાઇનનું પુર્ણત: પાલન કરવામાં આવશે. ખાસ દયા, પ્રેમ અને કરૂણાની મૂર્તિ એવા બાપાની આરાધના દરેક વ્યકતી પોતાના ઘરે બેસીને કરે તો તે પણ બાપાની આરાધના જ થશે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં લઇ મહાપ્રસાદ કે અન્ય કોઇ ઉજવાણુ રાખવામા આવ્યુ નથી. જોગી જલીયાણના ચરણોમાં લાખ લાખ વંદન બાપા સૌને સ્વસ્થ સ્વાસ્થ્ય બકસે તેવી પ્રાર્થના.
જેમના નામમાં જ રામ છે તેવા જલીયાણને કોટી કોટી વંદન: ચેતનભાઇ મહેતા
જલારામ મંદિર ચોટીલાના પુજારી ચેતનભાઇ મહેતાએ અબતક સાથેની વાતચિંતમાં જણાવ્યુ કે મંદિર ખાતે દર જલારામ જયંતી નીમીતે ભવ્યાતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. બાપાની ભવ્ય આરતીમાં હજારો ભાવિકો જોડાય છે. પરંતુ હાલની પરીસ્થિતિને ધ્યાનમાં લઇ ભવ્ય ઉજવણીને બદલે સાદગીપૂર્ણ રીતે જલાબાપાની આરતીનો જ કાર્યક્રમ યોજાશે.
ખાસતો ‘જલારામ’ જેમના નામમાં જ રામ વશે છે તેવા બાપા જોગી જણીયાણ સૌ કોઇને આ કોરોના કહેર માથી બચાવે તેવી જલાબાપાના ચરણોમાં પ્રાર્થના.