થોડા દિવસો પહેલા વાવાઝોડા અને કમોસમી વરસાદ વરસાદ પડતા ચોટીલા સહિત અને ગ્રામ્યવિસ્તારો વીજ વિહોણા બન્યા હતા જેને લઈને ચોટીલા ના નાની મોરસલ ગામે ખેતીવાડી નો વિજપોલ ધરાસાઈ થતા તે વિજપોલ ને ઉભો કરવાની કામગીરી વિજકર્મીઓ ગયેલ હતા ત્યાં જ્યાં વિજકર્મીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કર્યા અંગેની ફરિયાદ ચોટીલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
નાની મોરસલ ગામે ચોટીલા વિજતંત્ર ના વિજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરીયા સહિત ટિમ વિજપોલ ઉભો કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા.અને નાની મોરસલ ગામના રામજીભાઈ સોમાભાઈ ધરેજીયા ની વાડી માં વિજપોલ પડેલો હતો તે વિજપોલ ઉઠાવી વિજપોલ ઉભો કરવાની કામગીરી કરતા હતા ત્યાં વાડી માલિક રામજીભાઈ ધરેજીયા તેમજ તેમના પુત્ર ભાવેશ રામજીભાઈ આવી વિજકર્મી સામે આ વિજપોલ કેમ લીધો તે અંગે ઉગ્ર બોલાચાલી થતા વિજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરીયા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી જેને લઈને વિજકર્મીએ ચોટીલા પોલીસ માં ફરજમાં રુકાવટ સહિત માર માર્યા અંગે નો ગુન્હો દાખલ કરકવ્યો હતો..