પોલીસે ટ્રક આઇસર, ૪૪૪ પેટી દારૂ અને પાઉડરનો જથ્થો મળી કુલ રૂ.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે: નાસી છુટેલાં ટ્રક ચાલક, આઇસર ચાલક, બૂટલેગર અને સપ્લાયરની શોધખોળ
પોલીસથી બચવા માટે સપ્લાયરો અને બુટલેગરો અવનળા કીમીયા અપનાળતા હોય છે. પરંતુ પોલીસની નજર ચુકવવી મુશ્કેલ હોય છે. ત્યારે ઉતરપ્રદેશની નંબર પ્લેટ ધરાવતા ટ્રકમાં બહારના રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થો, વોશીંગ પાઉડરના જથ્થાનું બીલ દિલ્લીથી ગુજરાત રાજયના ખોટા બનાવીને તે બીલનો પરા તરીકે ઉપયોગ કરી ચોટીલાના ભીમગઢથી લાખ ચોકીયા જવાના માર્ગે ચોટીલા પોલીસ બાતમીના આધારે ઉતરપ્રદેશની નંબર પ્લેટ ધરાવતા ટ્રકમાં વોશીગ પાઉડરની આડમાં છુપાવેલો રૂ.૧૯.૬૦ લાખની વિદેશી દારૂની ૪૪૪ પેટી ઝડપી પાડી નાશી ગયેલા ટ્રક ચાલક, પાયલાટીંગ કરનાર બોલેરો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને સપ્લાયર સામે ગુનો નોંધી કુલ રૂ.૩૩ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, ચોટીલાના ભીમગઢથી લાખ ચોકડીયા જવાના રસ્તે મસમોટો વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં પસાર થવાની બાતમી પરથી ચોટીલા પી.એસ.આઇ. એમ.કે. ગોસાઇ, હેડ કોન્સટેબલ વિજયસિંહ સોલંકી સહિતનો સ્ટાફ વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન ઉતરપ્રદેશ નંબર પ્લેટ ધરાવતો ટ્રક અને પાયલોટીંગ કરનાર આયસર ગાડી શંકાસ્પદ હાલતમાં જણાતા, તેને રોકવા જતા બન્ને ગાડીના ચાલકો વાહના રેઢા મુકી નાશી છુટયા હતા.
ચોટીલા પોલીસે ટ્રકની તલાશી લેતા પાઉડરની આડમાં રૂ.૧૯,૬૦,૮૬૦ની કિંમતની વિદેશી દારૂની ૫૩૨૮ બોટલ, મળી આવતા ટ્રક આઇસર અને પાઉડરની ૧૦૦ થેલી મળી કુલ રૂ.૩૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ટ્રકની વિશેષ તલાશી લેતા તેનાથી દિલ્લીથી ગુજરાત રાજયમાં જવા માટે પાઉડરનો જથ્થો મોકલવા અંગેની બનાવટી ફાઇલ પણ મળી આવી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર, દારૂનો જથ્થો સપ્લાયર કરનાર સપ્યાયર, નાશી છુટનાર ટ્રક ચાલક અને આઇસર ચાલક વિરૂધ્ધ પોહીબીશનનો ગુન્હો નોંધી શોધખોળ હાથધરી છે.