- ઉનાના નાળિયા માંડવી ગામે મહિલાનો આપઘાત અને ગોંડલના પીપળીયાના યુવકનો આપઘાતનો પ્રયાસ
- રાણા કંડોરણામાં પરણીતાએ ફાંસો ખાધો: શાપરમાં પરપ્રાંતીય મહિલાએ એસિડ પીધું
ચોટીલામાં રહેતો અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં મનીષભાઈ કાંતિભાઈ ચૌહાણ નામના 30 વર્ષીય યુવકે મારા અગ્નિસંસ્કાર ચોટીલામાં કરજો, મારા બારમું કરીને રક્તદાન કરાવશો લખીને ગળાફાંસો ખાઈ લેતા સમગ્ર ચોટીલા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જ્યારે બીજા બનાવમાં ઉનામાં નળિયા ગામે પરણીતાએ એસિડ પી આપઘાત કરી લીધો છે જ્યારે શાપર વેરાવળમાં પરણીતાએ એસિડ પી ,ગોંડલના પીપળીયામાં યુવકે ઝેરી દવા પી અને રાણા કંડોરણામાં મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રથમ બનાવની જો વાત કરીએ તો ચોટીલામાં રહેતા મનીષભાઈ કાંતીલાલ ચૌહાણ નામના 30 વર્ષીય યુવકે સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.મૃતક યુવકે અગ્નિસંસ્કાર ચોટીલામાં કરાવજો, મારી પાછળ દાન પુણ્ય કરજો, મારા લગ્નના ખર્ચા ડાયરામાં વાપરજો અને ગૌશાળા અને ગરીબો પાછળ વાપરશો એવું સ્યુસાઇડ નોટમાં લખી ગળાફાંસો ખાઇ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.મૃતક મનીષ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવ છતાં તે 2 કે 5 માર્કસ માટે રહી જતા તેને લાગ આવ્યું હતુ. આથી બુધવારે મનીષે પોતાના ઘરમ પંખા સાથે ચાદર બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા ચોટીલા પોલીસ સ્ટેશનના અરવિંદભાઈ અને ઈશ્વરભાઈ ઘટના સ્થળે જઈને મૃતદેહને પીએમ કરીને પરિવારને સોપ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો યુવક જીવનની જંગમાં નાસીપાસ થઈને જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બીજા બનાવમાં ઉના નાળિયા માંડવી ગામે રહેતા રેશમાબેન પીરભાઇ શેખ નામના 35 વર્ષીય મહિલા એ ગત 18 તારીખે એસિડ પી લેતા પ્રથમ ઉના બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જેનું આજે મોત નિપજ્યું છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.ત્રીજા બનાવમાં ગોંડલના સાપરમાં રહેતી રાજકુમારી મીનલેષ યાદવ નામની 19 વર્ષીય પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ચોથા બનાવમાં ગોંડલ તાલુકાના પીપળીયા ગામે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા મનોજ વૈજનાથ યાદવે ગત 22 તારીખે કંપનીમાં હતો ત્યારે દારૂ પીધેલ હાલતમાં હોવાથી દારૂ પીવાની ના પાડતા ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર માટે દાખલ કર્યો છે.ચોથા બનાવમાં રાણા કંડોરણા ગામે રહેતા અંજના ભરતભાઈ ચાંચર નામના 40 વર્ષીય મહિલાએ ગત તા 20 ના રોજ ત્રણ વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.