- નવા સર્કિટ હાઉસ ખાતે કાઠી દરબાર સમાજના નવનિયુગ હોદ્દેદારો અને પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો
- દરેક સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
- કાશીથી આવેલ ગૌધ્વજનું દરેક આગેવાનો દ્વારા પૂજન કરાયું
Chotila : ચામુંડા માં ના સાનિધ્યમા નવા સર્કિટ હાઉસ ખાતે કાઠી દરબાર સમાજના નવનિયુગ હોદ્દેદારો અને પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૌરક્ષા જીવદયા ગ્રુપ, નવ નાત વણિક સમાજ સહિત રાવળદેવ સમાજ, દરજી સમાજ, વાણંદ સમાજ, કોળી સમાજ, ખોજાસમાજના આગેવાન તેમજ જલારામ મંદિર ટ્રસ્ટી ગણો, ગૌશાળાના ટ્રસ્ટી સહીત વિવિધ સમાજ અને દરેક સંસ્થા દ્વારા ભવ્ય સન્માન સમારોહ સર્કીટ હાઉસ ખાતે યોજાયો હતો. આ શુભ કાર્યની શરૂઆત પહેલા જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા કાશીથી આવેલ ગૌધ્વજનું દરેક આગેવાનો દ્વારા પૂજન કરાયું અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો ના નારા લગાવી અને આગેવાનોએ સમર્થન જાહેર કર્યું હતું.
અનુસાર માહિતી મુજબ, આજરોજ ચોટીલામાં ચામુંડાના સાનિધ્યમાં નવા સર્કિટ હાઉસ ખાતે કાઠી દરબાર સમાજના નવનિયુગ હોદ્દેદારો અને પ્રમુખનો સન્માન સમારોહ ચોટીલા ગૌરક્ષા જીવદયા ગ્રુપ નવ નાત વણિક સમાજ સહિત રાવળદેવ સમાજ દરજી સમાજ વાણંદ સમાજ કોળી સમાજના યુવાનો ખોજાસમાજના આગેવાન તેમજ જલારામ મંદિર ટ્રસ્ટી ગણો ગૌશાળાના ટ્રસ્ટી ચોટીલાના વિવિધ સમાજ અને દરેક સંસ્થા દ્વારા ભવ્ય સન્માન સમારોહ સર્કીટ હાઉસ ખાતે યોજાયો હતો.
આ શુભ કાર્યની શરૂઆત પહેલા જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા કાશીથી આવેલ ગૌધ્વજનું દરેક આગેવાનો દ્વારા પૂજન કરાયું અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરોના નારા લગાવી અને સમર્થન આગેવાનોએ જાહેર કર્યું. ત્યારબાદ કાઠી દરબાર સમાજ પ્રમુખ રણજીત ધાંધલ સભ્ય લઘુ ધાધલ ચંદ્રદીપ જેબલિયા, અશોક ખાચર, દિપેન્દ્ર ધાંધલ, મહાવીર ખાચર, રાજુ સોનારા સહિત આગેવાનોનું પુષ્પહાર અને ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી ગૌસેવકો જીવદયા સંસ્થા દ્વારા સન્માન કરાયું.
નવનીત હોદ્દેદારો દ્વારા હરેશ ચૌહાણને જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા ગૌધ્વજ યાત્રા અને ગૌ માતા રાષ્ટ્રમાતા આંદોલનના ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્તિ કરાતા તેઓનું સન્માન કરાયું. આ સાથે ગુજરાતના દરેક જિલ્લામાં ગૌધ્વજ ની સ્થાપના કરવામાં આવશેવિવિધ સમાજ દ્વારા ગૌ માતાની પ્રતિમા અને પુષ્પો તથા સાલ ઓઢાડી સૌરાષ્ટ્ર કાઠીયાવાડી રિવાજ પ્રમાણે સન્માન કરાયું આ સાથે તમામ સમાજના આગેવાનો દ્વારા આગામી ચોટીલાના નવનિર્માણ માટે ખભે ખભોમિલાવી સાથે મળીને કામ કરીશું અને દરેક સેવાકીય સામાજિક કાર્યોમાં સાથે મળી અને કામ કરવાની ખાતરી અપાય જય માં ચામુંડા જય ગૌમાતા જય હિન્દ જય ભારત
અહેવાલ : રણજીતસિંહ ધાંધલ