ચોટીલાના કાળાસર ગામના દલિત સમુદાય દ્વારા જમીન માંગણી પ્રશ્ર્ને કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં ૧૨ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સમુદાય દ્વારા ઉપવાસ આંદોલનની ચીમચી ઉચ્ચારવામાં આવી છે.

કાળાસર ગામમાં સીમતળ અને ખરાબાની ઘણી જમીન હતી. પણ હાલ ગ્રામજનોએ અવેધ દબાણ કરીને મકાનબાંધી લીધા છે. જયારે દલિત સમુદાય દ્વારા ગામથી એક કી.મી.દૂર આવેલી સરકારી ખરાબો સર્વે નં.૪૩ પર કાયદેસર સો ચો.વાર. પ્લોટ મેળવવા વર્ષ ૨૦૦૮માં લેખીત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. જેનો આજદિવસ સુધી ઉકે મળ્યો નથી તો આ અંગે દલિત સમુદાયે ફરી એક વખત કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી છે

જેનાં અંતે આ પ્રશ્નનો ઉકેલ લાવવા બાર દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો બારદિવસમાં ઘટતી કાર્યવાહી કરીને પ્લોટ ફાળવવામાં નહી આવે તો દલિત સમુદાય પરિવાર સહિત સુરેન્દ્રનગર કલેકટર કચેરીની સામે ધરણા અને જરૂર પડયે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.