સ્ટેટ મોનીટરીંગ સેલ અને સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂ.૪.૨૫ લાખનો મુદામાલ કબજે કર્યો: ત્રણ ફરાર
ચોરવાડનાં વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટર સેલ અને સ્થાનિક પોલીસે દરોડો પાડીને ૧૧ જુગારીઓને રૂ.૪.૨૫ લાખના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે જુગાર કલબ સંચાલક સહિત ત્રણ નાસી છુટયા છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ ચોરવાડનાં વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ અને ચોરવાડો પોલીસે દરોડો પાડીને વિરા મેઘા સવેરા, મીતેષ મનસુખ પટેલ રહે.સુપાસી, મોહન અરજણ સોલંકી રહે.ગોરખમઢી, દિપક વિઠ્ઠલભાઈ દાઢા રહે.
જુનાગઢ, દાતાભાઈ રૈયાભાઈ કટારીયા રહે.જુનાગઢ, સલીમભાઈ ગનીભાઈ પઠાણી રહે.વેરાવળ, લલીતભાઈ હમીરભાઈ ચાવડા રહે.આદ્રી, મહેશભાઈ લખમણભાઈ દેવાણીયા, ગોવિંદભાઈ કાનાભાઈ ગોહિલ, કરશન લખમણ ચુડાસમા, દિનેશ વિરાભાઈ વાઢેર અને મુકેશ કરશન ચુડાસમા, બચુ પંડીતની વાડીએ ખુલ્લામાં ઘોડીપાસા વડે જુગાર રમાડી રેડ દરમ્યાન ૧૧ જુગારીઓની ધરપકડ કરી છે.
જુગાર કલબના સંચાલક અશોક ચુડાસમા, મુકેશ ચુડાસમા અને લખમણ પંડિત નામના શખ્સો નાસી છુટતા તેને ઝડપી લેતા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે રૂ.૪.૨૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે.