ધોકા અને પાઈપથી હુમલો કરી બે શખ્સો ભાગી ગયા
ડેપ્યુટી ઈજનેર સહિત પાંચ કર્મચારી ઈજાગ્રસ્ત ફરજમાં રૂકાવટનો નોંધાતો ગુનો
શહેરમાં લુખ્ખા તત્વોનો જાણે આંતક વધી રહ્યો હોઈ તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ‘ચોરી પે સીના જોરી’ દુધસાગર રોડ પર આવેલ મફતીયાપરામાં વિજ ચોરી કરતા શખ્સોને ત્યાં વીજ ચેકીંગની ટીમ ત્રાટકતા તેમને ઝઘડો કરી ડેપ્યુટી ઈજનેર સહિત પાંચ કર્મચારી પર ધોકા પાઈપ વડે તુટી પડતા તેમને ગંભીર ઈજા પહોચતા તેઓને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થોરાળા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડીજ ઈ બંને શખ્સો વિરૂધ્ધ ફરજ રૂકાવટનો ગુનોનોંધવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મલતી માહિતી મુજબ આજરોજ બપોરનાં સ મયે પીજીવીસીએલની ટીમ દુધસાગર રોડ પર મફતીયાપરામાં વિજચોરી કરતા શખ્સોના મકાનો પર ત્રાટકી હતી ત્યારે અશ્ર્વીન મેરામણ અને પ્રવીણ સોરાણીનામના શખ્સોએ વિજ કર્મચારી સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈને થોડા પાઈપ વડે તૂટી પડયા હતા. જેમાં પીજીવીસીએલને ડેપ્યુટી ઈજનેર નિલેશભાઈ જીવણભાઈ મેર, જૂનીયર ઈજનેર ગીરીશભાઈ સોલંકી અને ઈલેકટ્રીક આસીસ્ટન્ટ અમીતભાઈ અને મેહુલભાઈ સહિતના સ્ટાફને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.
બનાવની જાણ થોરાળા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને પ્રાથમિક પૂછતાછમાં ડેપ્યુટી ઈજનેર નિલેશભાઈએ જણાવ્યું હતુકે તેઓ વિજ ચોરી કરતા ઘરોમાં ચેકીંગ માટે આજરોજ દરોડા પાડયા હતા. ત્યારે મફતીયાપરામાં અશ્ર્વીન મેરામણ અને પ્રવીણ સોલંકી નામના શખ્સોના ઘરે ચેકીંગ કરતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ વિજ ચેકીંગ ટીમ સાથે ઝઘડો કરી ધોકા પાઈપ વડે હુમલો કરી ફરજમા રૂકાવટ કરી હતી અનેતમામ સ્ટાફને ઈજા પહોચતા તેમને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામં આવ્યા હતા. હાલ પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ફરજ રૂકાવટનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.