તા.૯ જૂન ૨૦૨૩ને શુક્રવારથી પંચક શરુ થઇ રહ્યું છે.પંચક શુક્રવારથી શરુ થતું હોવાથી ચોર પંચક ગણાય છે. શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે વાતાવરણમાં ફેરફારથી લઈને દુર્ઘટનાઓ, કુદરતી આપદાઓ અને માનવસર્જિત સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ આ બધા વચ્ચે શુક્રવારથી શરુ થતા ચોરપંચકમાં નાણાકીય બાબતો અંગે વિશેષ કાળજી લેવી જોઈએ.

આ પંચક આર્થિક બાબતો પર વધુ અસરકર્તા બને છે તથા બેન્ક વ્યવહારો પર અસર કરનાર બને છે વળી હાલના ગોચર ગ્રહો અને ચોરપંચકનો વિચાર કરતા જણાય છે કે આ સમયમાં સાયબર ફ્રોડ વધુ જોવા મળશે અને ઓનલાઇન ધોખાધડીના મામલા વધુ બહાર આવશે.

આ ઉપરાંત ડેટા ચોરીના મોટા કૌભાંડ આવે વળી મોટી સંસ્થાઓની વેબસાઈટ હેક થવાના બનાવ અને ડેટા લીક થવાના બનાવ બને વળી સરકારી માહિતી લીક થતી પણ જોવા મળે આ ઉપરાંત વિશ્વમાં ઘણી જગ્યાએ જાસૂસી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ મોટા મિશનને અંજામ આપતી જોવા મળે વળી ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૫ જૂન રાશિ પરિવર્તન કરી રહ્યા છે તે પણ ડેટા અને કમ્યુનિકેશન પર ખાસ્સો પ્રભાવ પડતા જોવા મળે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
 ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.