- શુક્રવારે ગુજરાત – મુંબઇમાં થશે રિલીઝ: અબતકની મુલકાતે ફિલ્મમાં અભિયનના ઓજસ પાથરનાર હેમાંગ દવે, હેમીન ત્રિવેદી, આકાશ પંડયા, વી.કી. શાહ, અને ડિરેકટર નિશીથકુમારે વર્ણવી વિગતો
ગુજરાતી ફિલ્મ જગત અત્યારે હરણફાળ ભરી રહ્યું છે. દિન-પ્રતિદિન ગુજરાતી ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ ચૂપ સિનેમા ઘરોમાં આવી રહ્યું છે. ચૂપ ફિલ્મ 7 જુનના રોજ ગુજરાત અને મુંબઇ ખાતે રીલીઝ થવા જઇ રહી છે.
ચૂપ ફિલ્મના નિર્માણા ડી.બી. પિકચરઝ, દિગ્દર્શક નિશીથકુમાર બ્રહ્મભટ્ટ અને ફિલ્મના લેખક ઋષિકેશ ઠકકર છે.
ફિલ્મ ની વાર્તા વિક્રમ અને વિદ્યા નામના એક આધેડ વયના કપલ અને રોહન, વિકી, જીગો, આયુષી, રાજવી જેવા યંગ સ્ટર્સ વચ્ચે એક મર્ડર બાબતે કોલ્ડ વોરની છે. ટુંકમાં વાર્તા એવી કંઇક છે કે રોહન ના સામેના ઘરમાં વિક્રમ વિદ્યા રહેવા આવે છે. એકવાર રાજવી વિક્રમને એક છોકરીનું મર્ડર કરતા જોઇ જાય છે., હવે એ ઘટના સત્ય છે કે પછી રાજવી નો ભ્રમ, આ ઘટના માટે વિક્રમ અને આ યંગ સ્ટર્સ વચ્ચે સંતા કુકડી નો ખેલ રચાય છે. આ કેસ ઉકેલવામાં ઇન્સ્પેકટર વાઘમારે અને હવાલદાર રાઠવા જે રીતે જોડાય છે. એમાં ઘણી કોમેડી પણ થાય છે. ફિલ્મની વાર્તા વિષે વધારે નહિ કહી શકાય કારણ કે આ એક સસ્પેન્ડ ફિલ્મ છે. પણ પ્રેક્ષકો ને જરુરથી મજા પડશે.
આ ફિલ્મમાં અપાયેલો મેસેજ એક સુંદર પાઘડીની માથે છોગા જેવું કામ કરશે. આ ફિલ્મ એટલે મનોરંજનનો મહાપ્રસાદ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુપર સ્ટાર હિતેનકુમાર, મોરલી પટેલ, આકાશ પંડયા, વિકી શાહ, હેમાંગ દવે, હિના જયકિશન, હેમીન ત્રિવેદી, ઘ્વનિ રાજપુત, પૂજા દોશી, મગન લુહાર જેવા પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી ઇમોશન, ડ્રામા, રોમાન્સ બધું જ છે. ટુંકમાં ફૂલ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ ફિલ્મ છે.
અબતક મિડિયા હાઉસની મુલાકાતે નિશીથકુમાર બ્રહ્મભટ્ટ, આકાશ પંડયા, હેમીન ત્રિવેદી, વિકી શાહ, હેમાંગ દવે આવેલ હતા. અને ફિલ્મ ચૂપ વિશેની વિગતવાર ચર્ચા કરી હતી. આ ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી, ઇમોશન, ડ્રામા રોમાન્સ બધુ જ જોવા મળશે.
અબતક સાથેની વાતચીતમાં કલાકાર હેમાંગ દવેએ જણાવ્યું હતું કે, ચૂપ ફિલ્મ દર્શકોને ખુબ એન્ટરટેઇમેન્ટ સાથે એક સુંદર મેસેજ પણ મળશે. કોમેડી, રોમાન્સ, થ્રીલરથી ભરપુર ચૂપ ફિલ્મ સૌની પસંદ પડશે જ જે દર્શકોને સંતુષ્ટીનો ઓડકાર અપાવશે. ગુજરાતી ફિલ્મો માટે આવનારા વર્ષો ખુબ જ અગત્યના બનશે. ખુબ જ સારી ગુજરાતી ફિલ્મ બની રહી છે. અને દર્શકોને પસંદ પડી રહી છે.
ફિલ્મમાં યુથને એક સારો મેસેજ મળશે: નિશીથકુમાર બ્રહ્મભટ્ટc
અબતક સાથેની વાતચીતમાં દિગ્દર્શક નિશીથકુમાર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, ચુપ રહેવાનું કે ચૂપ રાખવાનું કા જે તે સમયે ચૂપ થઇ જવું જોઇએ ચૂપ ખુબ જ રસપ્રદ ફિલ્મ છે. રોમાંચ કોમેડી સસ્પેન્સ સાથેનો એક રસથાળ પીરસવામાં આવ્યો છે. પ્રેક્ષકોને ખુબ જ પસંદ પડશે.
આ ફિલ્મ જોયા બાદ તેમને ખ્યાલ આવશે કે યુવાનોની આસપાસ જે બનાવો બની રહ્યાં છે. તેને સલગ્ન છે આ ફિલ્મ અમે એવું વિચાર્યુ હતું કે એક સારી વાર્તા સાથે એક યુથને મેસેજ પણ મળી શકે. આજ યુવાનો પોતાના મનની મુંઝવણો સેર કરતા નથી. સોશ્યલ મીડીયા પર આપણે સારું જ બતાવીએ છીએ. પોતાની અંદરની ચૂપકીદી, ખાલીપો નથી જતાવતા પરંતુ તેવું ન કરવું જોઇએ. કોઇને વાત ભાવને રજુ કરો. આપણને આપણા ભાષાનું ગૌરવ હોવુું જ જોઇએ.