વિશ્વ રકતદાતા વિશે વકતવ્યમાં ડો. યુધ્ધબીરસિંઘ અને કાશ્મીરથી ડો.ટીઆર રૈના લાઈફ બ્લડ સેન્ટરની પ્રવૃત્તિથી પ્રભાવિત
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વર્ષ 2004 થી લોકોને રક્ત આપીને નવું જીવનદાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી ત્યારથી દરવર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસમનાવવામાં આવે છે.રાજકોટમાં લાઈફ બ્લડ સેન્ટર કાર્યરત છે. અને આ દિવસની ઉજવણીના એક ભાગ રૂપે પ્રોજેકટ લાઈફમાં નિષ્ણાંતોના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ISBTનાં રાષ્ટ્રીય પ્રમુખ હિસાર હરિયાણાનાંડો યુધ્ધબીરસિંઘ અનેજમ્મુ કાશ્મીરથી ISBTનાં ડેપ્યુટી પ્રેસીડેન્ટ અને મોટીવેશનલ સ્પીકર ડો . ટી.આર.રૈના આ નિમિત્તે ખાસ રાજકોટ આવ્યા હતા અને આ કાર્યક્રમમાં યોગિક પધ્ધતિથી સંપૂર્ણપણે સ્વૈચ્છિક રક્તદાન એ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું . આ બન્ને લાઇફ બ્લડ સેન્ટર અને પ્રોજેક્ટ લાઇફની કામગીરીથી ધણા પ્રભાવિત થયા હતા ડો. રૈનાએ યોગિક પધ્ધતિથી સંપૂર્ણપણે સ્વૈચ્છિક રક્તદાન ઉપર ભાર મુકયો હતો તો ડો.યુધ્ધબીરસિંઘે લાઇફ બ્લડ સેન્ટર દ્વારા ચાલી રહેલીનો યોર બ્લડ અને થેલેસીમિયા મુક્ત સોસાયટી ઝુંબેશની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ કોલેજના વિદ્યાર્થી યોગ નિષ્ણાતો , યોગાભ્યાસ કરી રહેલા લોકો તેમજ કેમ્પ આયોજકી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રોલાઇફ બ્લડ સેન્ટરના મેડીકલ ડીરેક્ટર ડો.સંજીવ નંદાણીના જણાવ્યા અનુસાર , લાઇફ બ્લડ સેન્ટર દ્વારા દર વરસે આ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .