જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો અનેક સમસ્યાઓ સર્જાય છે. હાડકાં નબળાં પડે છે. હાર્ટ ડિસીઝનું જોખમ વધે, ડાયાબિટિસ અને ઓબેસિટી ઇ શકે છે. એ જ કારણોસર જે લોકો ડાયેટ દ્વારા વિટામિન ડી ની લઇ શકતા તેઓ સપ્લિમેન્ટસ લઇને એની ક્ષતિપૂર્તિ કરે છે. જોકે અમેરિકાની માયો ક્લિનિકના એન્ડોક્રાઇનોલોજિસ્ટોનું કહેવું છે કે બાળકો અને ટીનેજર્સમાં વિટામિન ડીનું પ્રમાણ વધી જાય તો એ નુકસાનકારક બની શકે છે. જ્યારે મેદસ્વી બાળકોને હાર્ટ ડિસીઝ કે ડાયાબિટિસનું જોખમ ઘટાડવા માટે વિટામિન્સનાં સપ્લિમેન્ટસ આપવામાં આવે ત્યારે એ જરૂરિયાત કરતાં બમણાં કે ત્રણ ગણા ન ઇ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.