- 6-6 પોલીસ મથકમાં અરજી કરવા છતાં પગલાં ન લેવાયા: ફરી આજે કુવાડવા રોડ આવેલી હોટલમાં કરી તોડફોડ
- મધ રાતે પાઇપ, ધોકા, રિવોલ્વર અને જોટા સાથે પાંચ શખ્સોએ આતંક મચાવ્યો
- CCTV ફુટેજમાં લકઝરીયસ કાર થઈ કેદ: પોલીસના ઘાડેધાડા ઉતારી દેવાયા’
રાજકોટ શહેરમાં ગમારા જૂથે ફરી એકવાર લખણ ઝળકાવ્યા છે. જેમાં મોડી રાતે પાંચ જેટલા શખ્સોએ ધોકા-પાઇપ, રિવોલ્વર અને જોટા જેવા હથિયારો વડે ધસી જઈ આતંક મચાવીને શહેરની તમામ ખેતલાઆપાની હોટલો બંધ કરાવી હતી. અંતે ભોગ બનેલા હિટલના સંચાલકો દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી. પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ઘમઘમાટ શરૂ કરતાં તેમાં લકઝરીયસ કાર નજરે ચડી હતી. ઘટના અંગે મોડી રાત્રે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઘાડેધાડા ઉટકરી દેવામાં આવ્યા હતા. આ અંગે હિટલ સંચાલક દ્વારા છ-છ પોલીસ મથકમાં અરજીઓ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા હાલ સંચાલકોએ પોલીસ કમિશ્નર કચેરીમાં ધામા નાખ્યા હતા.
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી ગઇ હોય કે પછી અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો ભય રહ્યો ન હોય તેમ ખૂની હુમલા, સશસ્ત્ર મારામારીના બનાવ ચિંતાજનક રીતે વધી ગયા છે. ગઇ કાલે મંગળવારે રાતે વિખ્યાત ખેતલાઆપા ટી સ્ટોલના માલિક સામતભાઇને સામા કાંઠા વિસ્તારના ગમારા જૂથના શખસોએ શહેરના જે જે વિસ્તારમાં ખેતલા આપાની હોટલ છે ત્યાં જઇને ધાક, ધમકી આપી હોટલો બંધ કરાવી ચા ના કિટલા અને પાણીના જગ ફેકી ભય ફેલાવયો હતો.
જ્યાં તેમને હોટલ માલિક હાથ નહીં લાગતા ઘાતક શસ્ત્રો સજ્જ જૂથ તેના ઘરે પણ પહોંચ્યું હતું. સદનસીબે હોટલ માલિકનો ભેટો નહીં થતાં લોહિયાળ ઘટના સહેજમાં અટકી હતી. બીજી તરફ હોટલ માલિકે અલગ અલગ છ થી સાત પોલીસ મથકમાં હરિફ જૂથના શખસો વિરૂધ્ધ નામ અને વાહનના નંબર, મોડલ સાથે અરજી કરી હતી. આજે સવારે અને બપોરે ફરી વખત કારમાં આવેલા શખસે ખેતલા આપાની હોટલો બંધ કરાવવા નિકળ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ કરવા પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
ડખાની શરૂઆત કુવાડવા રોડ પરની હોટલે નજીવી બાબતની તકરારથી થયા બાદ વાત એક બીજાને ભરી પીવા સુધી પહોંચી ગયાનું જાણવા મળે છે. જો ત્વરીત કાર્યવાહી નહીં થાય તો આ ડખો લોહિયાળ બનાવની જાણકારો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.
જેમાં હુમલો કરવા આવેલામાં વિપુલભાઈ ભરવાડ, ગોપાલભાઇ ભરવાડ, વિક્રમભાઈ વકાતર, અખિલ શર્મા, સામતભાઈ વાતર અને સુનાભાઇ ભરવાડે એ ડીવીઝન, બી ડીવીઝન, કુવાડવા પોલીસ, માલવીયાનગર પોલીસ, આજી ડેમ પોલીસ, યુનિવર્સિટી પોલીસમાં જુદી જુદી અરજી કર્યાનું જાણવા મળે છે. અરજીમાં ગમારા જૂથના ઘેલો, ભૂપત, મુળુ, હરી, વિરમ, રવી, સહિત 15 થી 17 શખસો હોવાનો ઉલ્લેખ કરાયો છે.