ભલે શિક્ષણ ,સરકારી નોકરીઓમાં આર્થિક પછાત ને મહત્વ આપવાના “ગાણા” ગવાતા હોય પણ રાજકારણમાં ક્યાંય” ઇ ડબલ્યુ એસ” આર્થિક પછાતોને સ્થાન નથી???
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની ચૂંટણીને આદર્શ વ્યવસ્થા ગણવામાં આવે છે, મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા ને પ્રાધાન્ય આપવા આવે છે, ક્યાંય વગ-લાલચ પૈસાનું પરિબળ કામ ન કરી જાય તે માટે સતત ચોકી પહેરા થાય છે પણ… ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં પૈસાદાર ની પસંદગી ના વ્યવહારુ અભિગમ માં મોટાભાગના રાજકીય પક્ષો “હમ સબ એક હૈ” જેવા છે, ચૂંટણી લડવા નો દરેકને અધિકાર છે ગમે તે ચૂંટણી લડી શકે …પણ ચૂંટણી લડાવવાનો રાજકીય પક્ષોના વિશેષ અધિકારમાં એબિલિટી મુજબ ઉમેદવારોની પસંદગીના ક્રાઈટેરિયામાં મતબેંક ,જ્ઞાતિના સમીકરણોના ભરતમેળ ની સાથે સાથે છેલા કેટલાક સમયથી પૈસાદારને ટિકિટ આપવાની નીતિ હવે સાર્વત્રિક બની ગઈ છે. ગુજરાતની ચૂંટણીઓમાં તમામ પ્રતિસ્પર્ધી રાજકીય હરિફ પક્ષો દ્વારા જાહેર કરવામાં આવતી ટિકિટ ની યાદી નું વિહંગાવલોકન કરીએ તો પણ ઉમેદવારો પસંદ કરવાની આખી પ્રક્રિયામાં સેન્સ પ્રક્રિયા, સૂચિતયાદીથી લઈ ફાઈનલ યાદીમાં પોતાને મળેલા નામોમાંથી મોટાભાગના પક્ષોએ સૌથી વધુ સદ્ધર પૈસાદાર ઉમેદવારનેજ પોતાનો આદર્શ વિશ્વાસપાત્ર ઉમેદવાર તરીકે ટિકિટમાં પ્રાધાન્ય આપ્યું છે, આ વલણ સામાન્યથી લઈ અનામત બેઠકો માં પણ ઉમેદવારની પસંદગી માં આર્થિક સદ્ધરતા ને સવિશેષ લાયકાત ગણવામાં આવે છે,
આઝાદીના 75 માં વર્ષમાં દેશ આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે, આર્થિકસ્તર ઉંચું આવ્યું છે ,લોકોનીઆર્થિકક્ષમતા, જીવન ધોરણ, કમાણીના સ્ત્રોત વધ્યાજ છે, ત્યારે રાજકારણી નેતાઓ પણ અગાઉથી વધુ આર્થિક રીતે સધ્ધર અને ધનવાનથયા છે ,તેવા આ સમયમાં ટિકિટ આપવાના ક્રાઇટ એરિયામાં એક બે અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા વ્યવહારૂ રીતે ગરીબ મધ્યમ વર્ગના કાર્યકર્તાઓ કરતા ધનવાનોને ટિકિટ આપવામાં અગ્રતા રાખવામાં આવે છે… તે હકીકત સ્વીકારવી જ રહી.. દેશમાં આઝાદીકાળથી સામાજિક સમરસતા માટે સતત ખેવના અને સાવચેતી રાખવામાં આવે છે… સાથે સાથે આર્થિક પછાતો ને અગ્રતા રાખવા માટે હવે ઇકોનોમી વિકર સેક્સન “ઇ ડબલ્યુ એસ” ને અગ્રતા આપવાના અભિગમથી આર્થિક પછાત બિન અનામત વર્ગના મતદારોના મનના મસિહા બનવા માટે પણ તમામ રાજકીય પક્ષો આર્થિક પછાતો ને અગ્રતા આપવામાં પરોક્ષ કે પ્રત્યક્ષ હિમાયતી બની ગયા છે .
પણ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની ટિકિટમાં ક્યાંય આર્થિક પછાતો ને અપનાવતા ન હોય તેવું દેખાય રહ્યું છે… ગરીબ આર્થિકપછાત વ્યક્તિઓને ચોક્કસ જીતી શકાય એવી બેઠકો આપવામાં પણ ક્યાંય અગ્રતા આપવામાં આવતી નથી… તે હકીકત દર વખતની ચૂંટણીમાં વધુને વધુ મજબૂત બનતી જાય છે.. સમાજમાં સામાન્ય રીતે કહેવત હોય છે કે “ગરીબનું કોઈ નથી” આ જ કહેવત પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રાજકીય પક્ષોની ટિકિટ ફાળવણીમાં પણ જાણે અજાણે બંધબેસતી બની જાય છે.? આ સણશણતા સો મણના સવાલ સામે એક પણ રાજકીય પક્ષ એમ કહી શકે તેમ નથી કે* આ અમને લાગુ ન પડે”.. તે આજની હકીકત બની રહી છે.!!