- ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે ત્યારે
- દેશને મારી સેવાની જરૂર છે ત્યારે ઘરે જઇને ૪૦૦થી વધુ સેમ્પલ લેવાનું કામ કરતી લેપ્ચા
સાવ ભાંગી તુટી ગુજરાતી ભાષામાં વાતચીત કરતા ડો. સાંગે ચોડન લેપ્ચા જેઓ મુળ સિક્કિમના વતની છે. છેલ્લા બે વર્ષથી રાજકોટની પી.ડી.યુ મેડીકલ કોલેજના ઈ.એન.ટી. વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરી રહ્યા છે.
તેઓ જણાવે છે કે, કોવિડ હોસ્પિટલ ખાતે અમને ડ્યુટી સોંપવામાં આવી છે. જેમાં હું અને મારા વિભાગના લોકો પી.પી.ઈ કીટ પહેરીને અહીં આવતા લોકોના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલવાનું કામ કરીએ છીએ. શરૂઆતના સમયગાળામાં પ્રતિદીન ૨૦૦ જેટલા સેમ્પલ લેતા હતા. હોસ્પિટલની બહાર કોમ્યુનિટી વિસ્તારમાં પણ જઈને સેમ્પલ લેવાનું કામ કરતા હતા. હાલમાં ૪૦૦ થી વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ કામગીરી કઠીન છે. કેમકે સેમ્પલ લેતી વખતે લોકો અમારા ઉપર ક્યારેક છીંક ખાઇ જાય છે અથવા તો ઉલ્ટી કરી નાખે છે. આવા સંજોગોમાં પણ અમે હિંમત હાર્યા વગર કામ કરીએ છીએ. પી.પી.ઈ કીટ પહેરીને કામ કરતા હોવાથી અન્ય કર્મચારી સાથે અનુકુલન અને તાદાત્મયતા સધાઈ જવાના કારણે વાંધો આવતો નથી. કોવિડ-૧૯ ની આ મહામારીમાં જ્યારે દેશને મારી જરૂર છે ત્યારે મેં ઘરે જવાનું માંડી વાળીને મારી ફરજ નિભાવી છે જેનો મને આનંદ છે.
કોરોના સામેની લડતમાં સહયોગી એવા ડો. સાંગે ચોડન લેપ્ચા કોવીડ-૧૯ હોસ્પીટલમાં સક્રિય સેવા બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં એમ.બી.બી.એસ કર્યાના બે વર્ષ બાદ ૨૦૧૮માં ગુજરાત અને રાજકોટમાં એડમિશન મળતું હતું. દેશના ઉત્તર-પુર્વીય સરહદે હિમાલયની ઉંચી ગીરમાળામાં આવેલ સિક્કિમની રાજધાની ગંગટોક ખાતે તેમના પરિવારથી દુર હોવા છતાં મેં આ તક ઝડપી મારા ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું કેમકે મેં સાંભળ્યુ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શિક્ષણ રાજકોટ ખાતે લીધું હતું. વિશેષમાં ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે. જેનો મેં અહીં આવી ખુદ અનુભવ કર્યો છે.