આજે વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે છે. ચોકલેટ પ્રેમીઓ માટે, તે દરેક મર્જની દવા છે અને તેની માંગ આખા વર્ષ દરમિયાન રહે છે. વેલેન્ટાઈન વીકમાં ચોકલેટનું મહત્વ એટલું જ છે જેટલું રોઝ ડે પર ગુલાબનું છે. નાનું બાળક રડતું હોય ત્યારે માત્ર ચોકલેટથી શાંત પડે છે. પ્રેમના પ્રતિક કે શુભ પ્રસંગોએ ચોકલેટનો મહિમા વિશેષ જોવા મળે છે. ખાદ્ય પદાર્થોમાં ચોકલેટ એકમાત્ર વસ્તું છે જે બાળથી મોટેરાને પ્રિય છે. એવું નથી કે ચોકલેટ તમે ફક્ત તમારી પ્રેમિકાને જ આપી શકો છો તમે તમારી ગમતી વ્યક્તિને પોતાની લાગણી શેર કરવા માટે પણ આપી શકો છો.
દસમાંથી નવ લોકોની ફેવરીટ છે ચોકલેટ
ચોકલેટ સેરોટોનિન અને ડોયામાઇનનું સ્તર વધારે છે જે તમારા મૂડ સ્વીન્ગ્સમાં સુધારો કરે છે. તમને મીઠાઇ ન ગમતી હોય તો પણ ‘ચોકલેટ’ ગમે છે. જે દશમાંથી નવ લોકોને પસંદ પડે છે. ચોકલેટનો કોકો છોડ ભારતીયો દ્વારા ઉગાડવામાં આવ્યો હતો. 300 થી 500 એડી સુધી તેના વૃક્ષને સંસ્કૃતિનો ભાગ ગણાતો હતો. 600થી એક હજાર એડીમાં કોકો દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યું. 1200ની સાલમાં લોકો ચોકલેટ પીણું પીવા લાગ્યા હતા. 1500ની સાલમાં યુરોપમાં જાણીતી થઇ. ચોકલેટની પ્રથમ દુકાન 1657ની સાલમાં યુરોપમાં ખૂલી હતી. 1765ની સાલમાં પ્રથમ અમેરિકન ચોકલેટ કંપની શરૂ થઇ હતી. 1895થી ચોકલેટ દરેક લોકો માટે ખરીદી શકાય તેવી વસ્તુ બની ગઇ હતી, એ પહેલા શ્રીમંતો જ તેને ખાઇ શકતા હતા.
કેવી ચોકલેટ આપવાથી ગલફ્રેન્ડ થશે ઈમ્પ્રેસ
જો તમારા વેલેન્ટાઈનને કંઈક વધુ મીઠું ભાવતું હોય તો તેના માટે મિલ્ક ચોકલેટ બેસ્ટ ઓપ્શન છે. લાઇટ બ્રાઉન મિલ્ક ચોકલેટમાં કોકોનું પ્રમાણ ઓછું હોય છે અને ખાંડ અને દૂધનું પ્રમાણ વધુ હોય છે.
ડાર્ક ચૉકલેટ
જો તમારી વેલેન્ટાઈન ડાઈટ પ્રિય હોય તો તેમને ડાર્ક ચોકલેટ આપો. આ ચૉકલેટમાં ચૉકલેટ લિકર, સાકર, કોકો બટર, વૅનિલા બધું જ હોય છે; પણ ડાર્ક ચૉકલેટમાં મિક્સ સૉલિડ એટલે કે દૂધનું પ્રમાણ જરાય નથી હોતું. કમર્શિયલ ડાર્ક ચૉકલેટમાં કોકોનું પ્રમાણે ૩૦ ટકાથી લઈને ૭૦થી ૮૦ ટકા જેટલું હોય છે. બિટર સ્વીટ અને સેમી સ્વીટ પણ ડાર્ક ચૉકલેટની કૅટેગરીમાં જ આવે છે.
ચોકલેટનો ઇતિહાસ
ચોકલેટનું મુખ્ય ઇન્ગ્રેડિઅન્ટ કોકો છે. ચોકલેટ ની શોધ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં થયેલી! કોકોનું ઉત્પાદન કરવાની શરૂઆત અમેરિકાના રહેવાસીઓએ કરેલી. તમને ખબર છે ચોકલેટનાં ઉત્પાદન માં પશ્ચિમ આફ્રિકા સૌથી મોખરે છે. પશ્ચિમ આફ્રિકામાં દુનિયાનાં 70 ટકા કોકોનું ઉત્પાદન થાય છે. ભારત માં કોકો નાં ઉત્પાદન ની શરૂઆત ૧૮મી સદી થી થઈ. ભારત માં આંધ્રપ્રદેશ સૌથી વધુ કોકો નું ઉત્પાદન કરે છે.આંધ્રાપ્રદેશ દર વર્ષે 7 હજાર ટન કોકો ઉગાડે છે. આમ ભારત દર વર્ષે ૧૭ હજાર ટન કોકો ઉગાડે છે.
ચોકલેટના ફાયદા:
- ચોકલેટ માનસિક તણાવ દુર કરે છે.
- ડાર્ક ચોકલેટ તમારું ફોકસ વધારવામાં મદદ કરે છે
- ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશર ઘટાડે છે
- ડાર્ક ચોકલેટ તમારી ત્વચાને ડિહાઇડ્રેશનથી બચાવે છે
નોંધ: આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે. કોઈ પણ સંજોગોમાં ડોકટરની સલાહ લેવી.