ચીકીમાં ઉપયોગમાં લેવાતો ચોકો આયાતી હોવાથી જીએસટી દર વધારાયો
સ્વાદ શોખીન લોકો ચીકી ખાવાના આગ્રહી હોય છે. અને તેમાં પણ યુવાનો વધુને વધુ આરોગ્ય લક્ષી ખોરાકનું સેવન કરે તેના માટે ઘણા ખરા બદલાવ પણ કરવામાં આવતા હોય છે. એ વાત સાચી છે કે ચોકો પાવડર જે લેવામાં આવે છે તે આયાતી હોય છે ત્યારે એના ઉપર સરકારે અંકુશ લાવવા માટે જીએસટી દરમાં વધારો કર્યો છે ત્યારે હવે ચીકીમાં ચોકલેટ મોંઘી બની જશે એ વાત સાચી છે કારણ કે જીએસટી વિભાગે ચોકલેટ ચીકી પર 18 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય કર્યો છે.
સીંગદાણાની ચીકી ડ્રાયફ્રુટ ચીકી સહિત અન્ય પર હવે પાંચ ટકા આવે છે. આ ખાદ્ય ચીજ વસ્તુમાં સરકારે હજુ પણ જીએસટીમાં વધારો કર્યો નથી. ચોકલેટ ચીકી સહિતની જે ચીકી છે તે 17માં ચેપટરમાં છે. જ્યારે 18માં ચેપટરમાં ચોકલેટ ચીકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અન્ય ખાદ્ય સામગ્રી ઉપર પણ જે રીતે જીએસટીના દરમાં ફેરબદલ જોવા મળી રહ્યા છે તેને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર અને નાણામંત્રાલયને એ વાતની રજૂઆત કરવામાં આવી છે કે હાલ જે દર નિર્ધારિત કરવામાં આવ્યા છે તે ખાદ્ય સામગ્રી અને ચીજ વસ્તુઓ માટે એક જ રાખવામાં આવે જેથી વ્યાપારીઓ અને ગ્રાહકો ઉપર કરબોજો ન વધે.
બીજી તરફ ફ્લેવર્ડ મિલ્ક સરકાર 12 ટકા જીએસટી વસૂલ કરે છે ત્યારે ગુજરાત એ એ આર દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે લસ્સી ઉપર સરકારે જીએસટી ના વસૂલવો જોઈએ. ત્યારે કેન્દ્ર સરકાર અને નાણા વિભાગ એ જીએસટી સ્લેબમાં ઘટાડો અથવા તો કોઈ યોગ્ય ખાદ્ય ચીજ વસ્તુઓ ને એક સમાન જીએસટી દરમાં રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. હાલ સરકારે ચોકલેટ ચીકી ઉપર 18 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય કરતા જ આ ચોકલેટ હવે સ્વાદ શોખીનો માટે કડવી બની જશે. સરકાર વનનેસન વન ટેક્સ ને અનુસરવા માટે આગળ આવી રહી છે અને સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે કે કયા પ્રકારના બદલાવ લાવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં વિવિધ ક્ષેત્રોમાં જીએસટીના દરમાં બદલાવ આવે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.
ચાઈનીઝ મોબાઇલ કંપની કસ્ટસ ચોરીમાં ઝડપાય
દેશની અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા સેન્ટ્રલ એજન્સી હાલ હરકતમાં આવી છે અને કરચોરી કરનાર ઉપર આકરા પગલા લઈ રહી છે. ત્યારે ચાઈનીઝ મોબાઇલ કંપની ખૂબ મોટી કસ્ટમ ચોરીમાં ઝડપાય છે. જેમાં ઝીઓમી, ઓપો, વિવો અને લીનોવોનો સમાવેશ થાય છે તેમના દ્વારા કસ્ટમ ડ્યુટીની સાથો સાથ જીએસટી કરચોરી કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
હાલ જે આરોપ આ દરેક કંપની ઉપર લગાવવામાં આવ્યો છે તે વર્ષ 2017 થી વર્ષ 2023 સુધીનો છે જેમાં આ દરેક કંપનીઓનું ટર્નઓવર ભારતમાં નાણાકીય વર્ષ 2022માં દોઢ લાખ કરોડ અને પાસ જોવા મળ્યું હતું છતાં પણ આ કંપનીઓ દ્વારા કોઈપણ રીતે કરચોરી અને કસ્ટમ ડ્યુટીની ભરપાઈ કરવામાં ઉણા ઉતર્યા છે. ત્યારે નાણા વિભાગ અને જીએસટી હાલ ચાઈનીઝ મોબાઇલ કંપનીઓ ઉપર તવાય બોલાવી રહી છે અને રડારમાં પણ છે અને આવનારા દિવસોમાં આ કંપનીઓ ઉપર આકરા પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં.