ચોકલેટ ફજ ચોકલેટના પ્રેમીઓની સૌથી પસંદીદા વાનગી હોય છે. તમે ઘરે જાતેજ તમારા પ્રિય લોકો માટે ચોકલેટ ફજ સરળતાથી બનાવી શકો છો. આ રેસીપી તમે ખાસ પ્રસંગોએ અને પાર્ટીમાં પણ બનાવી શકો છો. આ રેસીપી વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે તમે તેને 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
ચોકલેટ ફજ બનાવવાની રેસીપી :
2 ½ કપ સેમી સ્વીટ ચોકલેટ
100 ગ્રામ અખરોટ
1 tsp વેનીલા એસન્સ
130 ગ્રામ બટર
180 ગ્રામ ગરમ દૂધ
2 કપ ખાંડ
ચોકલેટ ફજ બનાવવાની રીત :
સૌપ્રથમ એક પેન લો. હવે તેને ફોઈલ પેપર અને બટર થી ગ્રીસ કરો .
હવે એક સોસપેન લ્યો તેને ધીમા તાપ પાર રાખી તેમાં ગરમ દૂધ, ખાંડ અને બટર ઉમેરો હવે તેને ઉભરો ના આવે ત્યાં સુધી ગરમ કરો.
હવે આ મિશ્રણને ગેસ પર થી ઉતારી લો તેમાં ચોકલૅટ ચિપ્સ ઉમેરી બ્લેન્ડર વળે બ્લેન્ડ કરો. હવે તેમાં અખરોટ અને વેનીલા એસન્સ ઉમેરો.
હવે આ મિશ્રણને ફોઈલ પેપર અને બટરથી ગ્રીસ કરેલા પેનમાં કાઢીને ઠંડુ થવા દો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામની કતરણ પણ ઉમેરી શકો છો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈજાય ત્યારે તેને ચોરસ કાપો અને રેફ્રિજરેટરમાં ઠંડુ થવા મૂકી દો. અને આ ચોકલૅટ ફજ ને ઠંડું જ સર્વ કરો. તમે તેને ચીઝી ટોસ્ટ અને સેન્ડવીચ સાથે પીરસી શકો છો.