કુછ મીઠાં હો જાયે
તારા સ્મિતના વીંટેલા કાગળિયા ખોલીને બેસું છું રોજ કેમ સમજાવું તને કે તારાથી મીઠુ ગળપણ જગની એકેય ચોકલેટમાં નથી
આજે વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ છે. આજે દુનિયા ભરમાં ચોકલેટનું ઉજવાશે. આજના આ ખાસ દિવસે લોકો પોતાના પાર્ટનાને તેમન પ્રિયજનોને ચોકલેટ આપી ખુશ કરે છે. અને ચોકલેટ આપી મીઠાશ વહેચવાનો આ અનેરો અવરસ છે. બાળકોથી માંડી વૃઘ્ધો સુધી આજના દિવસે ચોકલેટ આપી સંબંધોમાં મીઠાશ લવાય છે. રિસાયેલાનાં મનાવવા હોય, રોતાને હસાવવા હોય મોટા ઓ પાસે પોતાની વાત મનાવવી હોય કે પછી કોઇ બે વ્યકિત વચ્ચેની દૂરીને ઓછી કરવી હોય, બાળકો થી માંડી વૃઘ્ધો સુધી ચોકલેટ જ છે જે બધાં અશકય કામોને શકય કરી દે છે. જો કે દાયકાઓથી મીઠાશ વેરતી ચોકલેટે પોતાની મીઠાશનો આકાર બદલી નાખ્યો છે. માત્ર થોડા પૈસામાં મળતી ચોકલેટ હવ હજારમાં મળે છે. પોષક તત્વથી ભરપુર ચોકલેટનો લુફત ઉઠાવવા દરેક વ્યકિત તૈયાર જ હોય છે. અને એમાં પણ જો ચોકલેટ ડે જેવો દિવસ હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે.
સામાન્ય રીતે દરેક વ્યકિતને ઓછા કે વધુ પ્રમાાણમાં ચોકલેટ પસંદ હોય જ છે. પરંતુ જો તેને તમારા પ્રિયજનના મુડ પ્રમાણે આપવામાં આવે તો તેનો અનેરો જ પ્ર૨ૅભાવ પડે અને સંબંધોની મીઠાશમાં વધારો કરે છે.
ઓમ તો ખાસ કરી ગર્લ્સને ચોકલેટ ખુબ જ ફેવરીટ હોય છે અને આજના દિવસે છોકરાઓ ના હાથમાં જે ચોકલેટ આવે તે તેની વેલેન્ટાઇન પાર્ટનરને આપી દે છે. પરંતુ એ ખાસ ઘ્યાન રાખવું કે તમારી પાર્ટનરને જ ચોકલેટ આપો છો તેનાથી તેને ફાયદા થાય છે.
ડાર્ક ચોકલેટ:- જો તમારી ગર્લફ્રેન્ડ ડાયટીંગ પર છે તો તમે તેને ડાર્ક ચોકલેટ આપો ડાર્ક ચોકલેટથી વજન નહી વધે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કારક છે.
મિલ્ક ચોકલેટ:- જો ગર્લફ્રેન્ડ તેના સ્વાસ્થ્ય ને લઇને ચોકલેટ નથી ખાતી તો તેવામાં તમે તેને મિલ્ક ચોકલેટ આપી શકો છો. મિલ્ક ચોકલેટથી દિલની બિમારીઓનો ખતરો ઓછો થાય છે સાથે જ તે દિમાગને તેજ બનાવે છે.
નટસવાળી ચોકલેટ:– તમે તમારી ગર્લફ્રેન્ડને એવી ચોકલેટ આપી શકો છો જેમાં નટસ હોય… જેમ કે મગફળી, બદામ વગેરે નાખેલા હોય આ ચોકલેટ ખાવામાં પણ ટેસ્ટ હોય છે. અને સુકામેવા હોવાથી સ્વાસ્થય માટે પણ ફાયદાકારક હોય છે.
વ્હાઇટ ચોકલેટ:- વ્હાઇટ ચોકલેટમાં કેલ્શીયમ હોય છે. હાડકાને મજબૂત કરે છે જો તમારા પાટર્નરને દુ:ખાવાથી ફરીયાદ રહે છે તો તેને વ્હાઇટ ચોકલેટ આપો.
ચોકલેટ કેક:- આજના દિવસને ખાસ બનાવવા માટે તમે સાથે ચોકલેટ એન્જોય કરી શકો છો. આ સરપ્રાઇઝથી પાટર્નર ખુબ જ ખુશ થશે.
ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઇન વીકના આ ત્રીજા દિવસ ચોકલેટ ડે ને લઇ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં ર રૂપિયાથી માંડી ૪ હજાર રૂપિયાની ચોકલેટ મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને ડેરી મિલ્ક, હોમમેઇડ ચોકલેટ અને વિદેશી ચોકલેટ ખુબ જ આકર્ષક પેકીંગ સાથે મળી રહી છે. ડેરી મિલ્કની હાર્ટવાળી ચોકલેટસ યંગ સ્ટાર્સમાં ખુબ જ ફેવરીટ છે. જયારે બેલ્મિયમ લંડન અને દુબઇની ચોકલેટની પણ ખુબ જડિમાન્ડ છે.
ચોકલેટ તો બધાની ફેવરીટ હોય છે પરંતુ આજના આ દિવસે યુવાનો જયારે તેના વેલેન્ટાઇન પાર્ટનરને ચોકલેટ આપે ત્યારે તેઓએ વેલેન્ટાઇન પાર્ટનરની લાગણીઓ માટે આજે ચોકલેટ આપે છે અને પ્રેમ ભરી લાગણીઓથી વાતાવરણ લવ ઇઝ ઇન ધ એર, જેવું સર્જાય છે. ત્યારે પોતાના તો તમારા વેલેન્ટાઇન પાર્ટનરને કઇ અને કેવી ચોકલેટ આપી શકાય તો ચાલો એક મીઠી સફરમાં….
જોહર કાર્ડસમાં નાનાથી લઇ મોંધેરી ચોકલેટોની વેરાવટી ઉપલબ્ધ
અતબક સાથે વાતચીત કરતાં જોહર કાર્ડસના હસનનભાઇએ કહ્યું હતું કે વેલેન્ટાઇન વિકના ચોકલેટ ડે ના દિવસે લોકો એકબીજાને ચોકલેટસ આપીને પોતાના પ્રેમની લાગણીઓન મીઠાશમાં વધારો કરે છે. અમારે ત્યાં નાની ચોકલેટ થી લઇને મોંધેરી ચોકલેટો પણ ઉપલબ્ધ છે. ચોકલેટ ડેના દિવસે ઘણા લોકોચોકલેટની ખરીદી કરે છે. અમારે ત્યાં જુદી જુદી કંપનીઓની ચોકલેટસ ઉપલબ્ધ છે. જેમાં કેડબરી ચોકલેટ લોકો વધુ પસંદ કરે છે.
વધુમાં હસનનભાઇએ જણાવ્યું કે હવે ચોકલેટ ડે માત્ર યુવક યુવતિઓ પુરતો મર્યાદીત નથી હવે દીકરી કે દીકરો મા-બાપને ચોકલેટ આપી આ દિવસની ઉજવણી કરે છે. કેમ કે ચોકલેટ મીઠાસ અને પ્રેમનું પ્રતિક છે.
રિશ્તા નહી તોડેગે પ્રોમિસ ડે
વેલેન્ટાઈન વીકના પાંચમો દિવસ એટલે પ્રોમીસ ડે પ્રોમીસ ડેના દિવસને ખાસ બનાવવા માટે તમારા પાટર્નર ને સુંદર ગીફટ આપો હાલ માર્કેટમાં આ પ્રકારનાં સુંદર બ્રેસલેટ મળે છે જે લોક એન્ડ કી વાળા છે. આ બ્રેસલેયની સાથે સાથે પ્રોમીસ ડે રિંગ પણ હાલ ખૂબજ ડીમાન્ડમાં છે. વેલેન્ટાઈન વીકની શરૂઆતથી લઈને અત્યારસુધી દરેક યુગલ પર પ્રેમનો ખુમાર ચડી ગયો હોય છે. પ્રોમીસ ડે પર પોતાના પાર્ટનરને હંમેશા સાથે રહેવાનો વાયદો તો તમે કરો જ છો પરંતુ તે ઉપરાંત પણ પોતાના પ્રેમને મજબૂત કરવા માટે પોતાની જાત સાથે વાયદો કરો કે તમે કયારેય દગો નહી કરો.
આ પ્રોમીસ ડે પર પોતાની જાત ને અને પોતાના પાર્ટનરને હંમેશા એટલો જ પ્રેમ કરશો જેટલો અત્યારે કરો છો… પાટર્નરને પ્રેમ કરવાની આ દિવસોમાં સરપ્રાઈઝ ગીફટ આપી તમારા સંબંધોને વધારે મજબૂત કરી શકાશે.
હાર્ટ શેપ ચોકલેટની ડિમાન્ડ વધી: પ્રશાંત ભદેરશા
અબતક સાથે વાતચીત કરતા ચોકલેટ કોર્નરના પ્રશાંત ભદરેશા એ કહ્યું કે, અમારી શોપમાં ર રૂપિયાથી માંડીને ત્રણ હજાર સુધીની ચોકલેટસ છે. ચોકલેટ ડે ને ઘ્યાનમાં રાખીને ખાસ હાર્ટ શેપની ચોકલેટસ તૈયાર કરાઇ છે. તેમના કેટલીક ફેમસ બ્રાન્ડ કંપનીઓની ચોકલેટસ છે તો કેટલીક હોમમેડ અને લોકલ કંપનીની ચોકલેટ છે. અમારી શોપમાં ૯૦ ટકા કોકોની ચોકલેટસ પણછે આ ઉ૫રાંત સુગર ફ્રી ચોકલેટની પણ વધારે ડિમાન્ડ છે. ડેરી મિલ્ક, ફાઇવસ્ટાર, બેલ્મિયમની ચોકલેટસ ડાર્ક ચોકલેટસની અત્યારે વધારે ડિમાન્ડ છે. આ સાથે યંગસ્ટાર્સમાં હાલ ચોકલેટ બુકે અને ટેડીબેર વાળી ચોકલેટ ખુબ જ ડિમાન્ડમાં છે આ ઉપરાંત મેસેજ વાળી ચોકલેટસની પણ ખુબ જ ડિમાન્ડ છે.
સોફટ ટેડી ગર્લફેન્ડને કરશે ખુશ
આપણે વેલેન્ટાઇન વીક ઉજવી રહ્યા છીએ અને કાલે આ વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ એટલે કે ટેડી ડે આજકાલ ટેડીને ટીન એજર્સ મા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને છોકરીઓ તેને ખુબ જ પસંદ કરે છે એટલે ગર્લફેન્ન્ને ખુક કરી હોય તો ટેડીબીયર બેસ્ટ ગીફટ હોઇ શકે છે.
સોફટ ટેડીની જાફર ગર્લફેન્ડને ખુબ જ ગમે છે. આવે છે અત્યારે માર્કેટમાં નાના ટેડીથી માંડી મોટા ટેડીની હાલ ખુબ જ ડિમાન્ડ છે. કયુટ ટેડી બિયરની સાથે ચોકલેટ આપી આવતીકાલે ટેડીબીયર ડે ની ઉજવણી કરશે.