આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંનાં પોષક તત્ત્વો નાનાં આંતરડાંની દીવાલમાં શોષાઈને લોહીમાં ભળે છે. જોકે ચ્યૂંઈંગગમ, ચોકલેટ અને બ્રેડ જેવી ચીજોમાં છૂટથી વપરાતું ખાસ એડિટિવ કેમિકલ નાનાં આંતરડાંની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા બ્લોક કરી દે છે. આ એડિટિવ છે. ટાઈટેનિયમ ઓક્સાઈડ. ઘણા લાંબા સમયથી આ કેમિકલ ખોરાકમાં વપરાતું આવ્યું છે. જેની ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ છે. અમેરિકાની બ્રિગહેમ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે ટાઈટેનિયમ ઓકસાઈડના અત્યંત સૂ્મ પાર્ટિકલ્સ નાનાં આંતરડાંમાં આવેલ પોષક તત્ત્વો ઓબ્ઝોર્બ કરનારા ખાસ કોષોને બ્લોક કરીને એની કાર્યપ્રણાલી બગાડી દે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.