રેસકોર્ષ સંકુલમાં આવેલ લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ ખાતે કલોરીન યુનીટમાં લીકેજ થતાં ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા તાત્કાલીક કેમીસ્ટ તથા ફાયરબ્રીગ્રેડને જાણ કરતા ના.કા.ઇ કે.પી. દેથરીયા તથા ના.કા.ઇ. એચ.એમ. ખખ્ખર નીહાજરીમાં કેમીસ્ટ કે.એ.મેસવાણી, એચી.સી.નાગપરા, એ.બી. જાડેજા, એમ.જે.રાઠોડ, કલ્પેશ વ્યાસ તથા કલોરીન અટેન્ડન્ટ મયુર સાગલાણી તેમજ સ્ટેશન ઓફીસર એસ.આર. નલીયાપરા, રાજેન્દ્રસિંહ ભટ્ટી અને ચીફ ફાયર ઓફીસર બી.જે. ઠેબા નીફાયરમેનની ટીમ જયેશભાઇ ડાભી, હરેશ શિયાળ, જયસુખ ધરેજીયા, ઇમરજન્સી રીસપોન્સ સેન્ટરના સ્ટાફ તથા સ્વીમીંગ પુલ પર ના ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા લીકેજ બંધ કરી પરિસ્થિતિ કાબુમાં મેળવેલ. સમગ ઘટના અન્વયે કાર્યપાલક ઇજનેર વી.સી. રાજયગુરુ તથા ચીફ ફાયર ઓફીસર બી.જે.જેઠવા, નો સંપર્ક કરતા તેઓ દ્વારા એવું જણાવેલ કે આ એક મોકડ્રીલ હતી.
કલોરીન ગેર ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે વાળા કલોરીન મીશ્ર હવા શ્ર્વાસમાં જવાથી વ્યકિતનું મૃત્યુ નીપજી શકે છે. કલોરીન તીવ્ર ગંધ ધરાવે છે તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ કલોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબીત થાય છે. કલોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે.