રાજકોટમાં ચોરીના બનાવ ભાગ્યે જ બનતા હોય છે, લૂટવાના નામ પર રાજકોટમાં જ્યારે પણ આવા બનાવ બને છે ત્યારે મોટા ભાગે આવા કરતૂત કઈક ને કઈક રીતે લોકોને છેતરપિંડી કરીને કરવામાં આવતા હોય છે. આવા બનાવોને જોઈ સામાન્ય પ્રજામાં ભયનો માહોલ પણ ઉત્પન્ન થતાં હોય છે. કરણસિંહજી હાઇસ્કુલ પાસે જૂનાગઢના સોની વેપારીને ક્રાઈમ બ્રાન્ચના છીએ એવું કહી ૨૪ લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ ચોરી બે ચોર નાસી ગયા હતા
રંગીલા રાજકોટમાં આજે બપોરે ચાર વાગ્યે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર પાસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી એક જ્વેલર્સ માથી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.આ સોની પાસેથી 24 લાખ નું સોનુ લૂંટીને શખ્સો ફરાર થયા હતા.
જુનાગઢ ગિરનાર દરવાજા પાસે રહેતા દિપકભાઇ અશોકભાઈ જોગીયા નામના ૨૭ વર્ષના સોની યુવાન આજે રાજકોટ આવ્યા હતા અને સોની બજાર કોઠારીયા નાકા થી એસટી બસ સ્ટેશન માટે જવા રીક્ષામાં બેઠા હતા, તે દરમ્યાન કરણસિંહજી હાઇસ્કુલ પહોંચ્યા ત્યારે સફેદ રંગના ટુ વહીલર બાઈક અપાચે માં બે શખ્સો આવીને ત્યાં રીક્ષા ઉભી રખાવી. વેપારી દિપકભાઈને હિન્દીમાં કહ્યું અને ખોટી ઓળખ આપી. “ક્રાઈમ બ્રાન્ચ ના છીએ થેલા માં શું છે ચેક કરવું પડશે” તેમ કહી થેલો ચેક કર્યો દીપકભાઈએ ક્રાઈમ બ્રાન્ચના લોકો સમજી તેમને થેલો ચેક કરવા આપ્યો કે તરત જ એ થેલો લઈને શકશો ત્યાંથી ફરાર થઈ ગયા થેલામાં 500 ગ્રામના સોનાના બિસ્કિટ હતા એ બિસ્કીટ થેલામાંથી એક શખ્સે નજર ચૂકવીને કાઢી લીધા હતા અને થેલો પાછો આપી દીધો હતો ત્યારબાદ પોલીસ તરીકે ઓળખ આપનાર બને શકશો ત્યાંથી જતા રહ્યા દીપકભાઇ થેલો ચેક કરતાં થેલો ખાલી મળ્યો
સોનાના 5 બિસ્કિટ ભરેલો થેલો ચેક કરી, વેપારીની નજર ચૂકવી 2 થી 3 શખ્સો ચાલ્યા ગયા, ડીસીપી મનોહરસિંહ જાડેજા એ સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી, જૂનાગઢના દિપકભાઈ અશોકભાઈ જોગીયા કોઠારીયા નાકાએથી રિક્ષામાં બેઠા હતા , કરણસિંહજી સ્કૂલ પાસે સફેદ રંગ ના અપાચે બાઇકમાં 2 શખ્સો આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચનું નામ આપી રીક્ષા રોકી, થેલો ચેક કરી 5 બિસ્કિટ લઈ ચાલ્યા ગયા.